બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Ankita Dutta accused veteran Congress leader of harassment

રાજનીતિ / કોંગ્રેસના દિગ્ગજ નેતા પર અંગકિતા દત્તાએ લગાવ્યા ઉત્પીડનનો આરોપ, કહ્યું રાહુલ ગાંધીને કરી હતી ફરિયાદ, કશું ન થયું

Priyakant

Last Updated: 08:45 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા નેતાએ કહ્યું કે, તેમણે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્ગજ નેતા દ્વારા થયેલી હેરાનગતિ વિશે જણાવ્યું હતું પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા પર મહિલા નેતાએ લગાવ્યો ઉત્પીડનનો આરોપ
  • અંગકિતા દત્તાનાં યુવા સંગઠનના રાષ્ટ્રીય વડા શ્રીનિવાસ બી.વી. સામે ગંભીર આક્ષેપો 
  • યૂથ કોંગ્રેસના આસામ પ્રમુખ છે અંકિતા દત્તા

યૂથ કોંગ્રેસના આસામ પ્રમુખ અંગકિતા દત્તાએ યુવા સંગઠનના રાષ્ટ્રીય વડા શ્રીનિવાસ બી.વી. સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અંકિતા દત્તાએ  શ્રીનિવાસ પર તેને ઘણી વખત હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને તેમની ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનિવાસને થયેલી હેરાનગતિ વિશે જણાવ્યું હતું પરંતુ તેમની (શ્રીનિવાસ) વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આસામ યૂથ કોંગ્રેસના પ્રમુખ અંગકિતા દત્તાએ કહ્યું કે, શ્રીનિવાસ બી.વી. મારા લિંગના આધારે મારી સાથે સતત સતામણી અને ભેદભાવ કર્યો છે. મારા મૂલ્યો અને શિક્ષણ મને હવે મંજૂરી આપતા નથી. ઘણી વખત તેમની સામે હોવા છતાં નેતૃત્વ સાંભળ્યું ન હતું. શ્રીનિવાસ બી.વી વિચારે છે કે, તે ખૂબ શક્તિશાળી છે અને તેને મોટા નેતાઓના આશીર્વાદ છે કે, તે સંસ્થામાં મહિલાને હેરાન કરી શકે છે અને અપમાનિત કરી શકે છે.

શું લખ્યું પોસ્ટમાં  ? 
અંગકિતા દત્તાએ તેની પોસ્ટમાં રાહુલ ગાંધીને ટેગ કરતાં લખ્યું કે, મને રાહુલ ગાંધીમાં ઘણો વિશ્વાસ હતો અને શ્રીનિવાસ દ્વારા મારા પ્રત્યે અપમાનજનક ભાષાના ઉપયોગ વિશે તેમને જણાવવા ભારત જોડો દરમિયાન જમ્મુ ગઈ હતી. હવે એપ્રિલ મહિનો છે અને તેની સામે હજુ સુધી કોઈ તપાસ થઈ નથી. 

દત્તાએ કર્યો મોટો દાવો 
યૂથ કોંગ્રેસના પ્રમુખ અંગકિતા દત્તાએ દાવો કર્યો હતો કે, શ્રીનિવાસ સામે પક્ષના ટોચના અધિકારીઓની કાર્યવાહીની રાહ જોતા મહિનાઓ સુધી તેણી ચૂપ રહી, જોકે તેમની ફરિયાદો છતાં કોઈ તપાસ સમિતિની રચના કરવામાં આવી ન હતી. પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પૂછ્યું કે, હું એક મહિલા નેતા છું. જો હું આ પ્રકારના ઉત્પીડનમાંથી પસાર થઈશ તો હું અન્ય મહિલાઓને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરી શકું?

મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન નથી
અંગકિતા દત્તાના કહેવા પ્રમાણે શ્રીનિવાસ જેવા લોકોના કારણે કોંગ્રેસ પાસે હવે મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન નથી. દત્તાએ કહ્યું કે, હું સમગ્ર દેશમાં એકમાત્ર મહિલા યુથ કોંગ્રેસ અધ્યક્ષ છું અને મારો પરિવાર છેલ્લી ચાર પેઢીથી કોંગ્રેસમાં છે. તેમ છતાં મેં ઘણી હેરાનગતિનો સામનો કર્યો છે. તેમના પિતા સ્વ.અંજન દત્તા આસામમાં તરુણ ગોગોઈના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ