બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / anju who returned from pakistan was interrogated by ib and punjab police

ખુલાસા / શું કામ આવી? પાકિસ્તાન ગયેલી અંજુએ ભારત આવીને કર્યો મોટો ધડાકો, પાકિસ્તાનીએ આ માટે તો નથી મોકલીને?

Hiralal

Last Updated: 10:30 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્યાર માટે પાકિસ્તાન ગયેલી ભારતની અંજુ પાછી ભારત આવી છે અને તેણે પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સ અધિકારીઓ સાથેની પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યાં છે.

  • પ્યાર માટે પાકિસ્તાન ગયેલી ભારતની અંજુ પાછી આવી
  • રાજસ્થાનના અલવર છે અંજુ
  • ઓક્ટોબર 2023માં અલવરથી ગઈ હતી લાહોર 

છ મહિના પહેલા કિસ્તાન જઈને પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કરનાર રાજસ્થાનના અલવરની અંજુ આજે ભારત પાછી આવી છે. તેણે પાકિસ્તાનમાં લગ્ન કર્યાં છે તો હવે તે તે ભારત કેમ આવી છે તેને લઈને તેણ ખુદ મોટા ખુલાસા કર્યાં છે. પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ અને આઈબીએ તેની પૂછપરછ કરી હતી. અંજુએ જણાવ્યું કે ખ્રિસ્તી ધર્મમાંથી ઇસ્લામમાં પરિવર્તિત થયા બાદ તેણે પાકિસ્તાની નાગરિક નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા છે, અંજુએ અધિકારીઓને જણાવ્યું કે તેનો પાકિસ્તાની પતિ નસરુલ્લા દવાનો વેપારી છે અને તે 2018માં ફેસબુક દ્વારા તેના સંપર્કમાં આવી હતી અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું હતું.

અરવિંદને છૂટાછેડા આપશે, બાળકોને લઈ જશે પાકિસ્તાન
અંજુએ કહ્યું કે મારા લગ્નના સમાચારને ભારત અને પાકિસ્તાનના મીડિયામાં ઘણી જગ્યા મળી અને લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી. તેણે પાકિસ્તાની સંરક્ષણ કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારના જોડાણનો ઈન્કાર કર્યો છે. અંજુએ કહ્યું કે તે તેના ભારતીય પતિ અરવિંદને છૂટાછેડા આપશે અને તેના બાળકોને પાકિસ્તાન લઈ જવાનો પ્રયાસ કરશે. 

બાળકો માટે ભારત આવી

અંજુએ અધિકારીઓને કહ્યું કે તે તેના બાળકો માટે ભારત આવી છે. જોકે, મીડિયાના સવાલોને ટાળીને અંજુએ એટલું જ કહ્યું કે તે ખુશ છે અને આ સિવાય તે કોઈ વાત કરવા માંગતી નથી. અંજુ મીડિયામાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે તેના પતિ અને બે બાળકોને છોડીને પાકિસ્તાન ગઈ હતી. તેણે પાકિસ્તાનના નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા અને તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અહીં અંજુના પતિ અરવિંદે પોલીસમાં અરજી કરીને ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે અંજુ પર ઘણા આરોપ લગાવ્યા હતા.

ભારતમાં ક્યાંની છે અંજુ 
અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના ભિવાડીમાં રહેતી હતી. તે ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન ગઈ હતી પરંતુ પાછળથી ખબર પડી કે તે ખૈબર પખ્તુનખ્વામાં રહેતા નસરુલ્લાને મળવા ગઈ હતી. ખરેખર, નસરુલ્લાહ અને અંજુ વચ્ચે અફેર હતું. પાકિસ્તાન ગયા બાદ અંજુએ નસરૂલ્લા સાથે પણ લગ્ન કરી લીધા હતા. અંજુ અને નસરુલ્લાના લગ્નની તસવીર પણ સામે આવી હતી. 2020 માં અંજુ અને નસરુલ્લાહની મુલાકાત ફેસબુક પર થઈ હતી. નસરુલ્લા પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના અપર દીર જિલ્લાનો રહેવાસી છે. ફેસબુક પર તેમની મિત્રતા થોડી આગળ વધી તો બંનેએ એકબીજાનો કોન્ટેક્ટ નંબર લીધો. બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. લગભગ બે વર્ષ સુધી આ વાતચીત ચાલતી રહી. આ દરમિયાન અંજુ અને નસરુલ્લાએ એકબીજાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અંજુએ 21 જૂને પાકિસ્તાન જવા માટે વિઝા માટે અરજી કરી હતી. અંજુ એક ઓટોમોબાઇલ કંપનીમાં કામ કરતી હતી, જ્યારે તેનો પતિ અરવિંદ ઇન્ડો કંપનીમાં નોકરી કરે છે. અંજુના પતિ અરવિંદના જણાવ્યા અનુસાર, તેનો પરિવાર મૂળ યુપીના બલિયાનો છે, જ્યારે અંજુનો પરિવાર મધ્યપ્રદેશના ગ્વાલિયરનો છે. અંજુ અને અરવિંદના લગ્ન 2021માં થયા હતા. અરવિંદનો ધર્મ ખ્રિસ્તી છે, જ્યારે અંજુ હિન્દુ છે. અંજુએ લગ્ન બાદ પોતાનો ધર્મ બદલી નાખ્યો. 

અંજુ 20 જુલાઈએ અલવરથી પાકિસ્તાન જવા રવાના થઈ 
અરવિંદે કહ્યું હતું કે અંજુ 20 જુલાઈએ ઘરેથી જયપુર જવા રવાના થઈ હતી. આ દરમિયાન અરવિંદે અંજુને ઘણી વાર ફોન પણ કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. અંજુએ 20 જુલાઇના રોજ પોતાના પતિને વોટ્સએપ પર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે લાહોરમાં તેના મિત્ર સાથે છે અને ત્રણ-ચાર દિવસ પછી પાછી આવશે. અરવિંદને જ્યારે ખબર પડી કે અંજુ પાકિસ્તાન ગઈ છે તો તે હેરાન થઈ ગયો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ