બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / anju marriage with nasrullah in pakistan her father said she died for him

અંજૂ બની ફાતિમા / "હવે તે મારા માટે મરી ગઈ", પાકિસ્તાનમાં અંજૂએ કર્યા લગ્ન તો ભારતમાં પિતાનું છલકાયુ દુખ

Arohi

Last Updated: 12:34 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anju In Pakistan: ફેસબુક ફ્રેન્ડ નસરૂલ્લાહને મળવા પાકિસ્તાન ગયેલી અંજૂએ ત્યાં ધર્મ બદલીને તેની સાથે લગ્ન કરી લીધા છે. અંજૂએ હવે પોતાનું નામ પણ ફાતિમા કરી લીધુ છે. દિકરીના આ પગલા પર તેમના પિતાનું દુઃખ છલકાયું છે.

  • નસરૂલ્લાહ સાથે અંજુએ કરી લીધા લગ્ન 
  • લગ્ન કરી ફાતિમા બની ગઈ અંજુ 
  • પિતાએ દિકરીના નિર્ણય પર વ્યક્ત કર્યું દુઃખ 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મિત્રતા થયા બાદ યુપીના કૈલોરની રહેવાસી અંજુ પોતાના કથિત મિત્ર નસરૂલ્લાહની સાથે પાકિસ્તાન જતી રહી. જોકે અંજુ વીઝા લઈને લિગલ રીતે પાકિસ્તાન ગઈ હતી પરંતુ હવે તેણે ત્યાં ધર્મ બદલીને તેજ મિત્ર નસરૂલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. અંજુએ પોતાનું નામ બદલીને ફાતિમા કરી લીધુ છે. દિકરીની આ મોટી હકકત પર અંજૂના પિતાનું દુઃખ છલકાયું છે. 

મધ્ય પ્રદેશના ટેકનપુરમાં રહેતા તેમના પિતાએ કહ્યું, "તે અમારા માટે મરી ગઈ છે. મને કોઈ વાતની કોઈ પણ જાણકારી નથી આપવામાં આવી હવે તેની સાથે અમારી કોઈ લેવડ દેવડ નથી. દિકરીના પાકિસ્તાન જતા રહેવાના સવાલ પર પિતાએ કહ્યું કે હું મારા જમાઈને શું સમજાવીશ મારી તેમની સાથે 1 વર્ષથી વાતચીત નથી થઈ."

અંજૂના પિતાએ તોડ્યો દિકરી સાથે સંબંધ 
તેમણે કહ્યું, જે છોકરી પોતાના બાળકોને છોડીને જતી રહી તેનાથી અમારો સંબંધ પુરો. પતિને તો છોડો જેણે પોતાના જ બાળકોને છોડી દિધા તેની સાથે મારો કોઈ સંબંધ કઈ રીતે હોઈ શકે છે. ત્યાં જ તેના વીઝા ખતમ થવા પર દેશ પરત ફરવાના સવાલ પર અંજુના પિતાએ કહ્યું કે વીઝા ખતમ થઈ જાય કે પછી તે પોતે ખતમ થઈ જાય મને હવે કોઈ લેવા-દેવા નથી. 

 

હવે બાળકોને કોણ સંભાળશે 
પિતાએ કહ્યું, "જો તેણે આ જ બધુ કરવાનું હતું તો પહેલા ડિવોર્સ લેતી. બધુ જ અહીંથી કરીને જાત. તેણે તે યુવક અને પોતાના બે બાળકોનું જીવન પણ ખરાબ કરી દીધુ છે. હવે તેના 14 વર્ષના દિકરા અને 5 વર્ષની દિકરીને સંભાલવા માટે કોણ જવાબદારી લેશે."

જાસૂસીના આરોપોએ પિતાએ નકાર્યા 
ત્યાં જ ટેકનપુરમાં બીએસએફના હેડક્વાર્ટરની પાસે રહેવાના કારણે પાકિસ્તાનની તરફથી જાસૂસી માટે દિકરીનો ઉપયોગ કરવા માટેને લઈને તેમણે કહ્યું કે એવું કંઈ નથી. હું 42 વર્ષથી અહીં રહી રહ્યો છું. 

તેમણે કહ્યું કે મારા બાળકોનું ક્રાઈમ નેચર નથી. ત્યાં જ ગામના પ્રધાનને કહ્યું કે આખુ ગામ અંજુની આ હરકતથી શરમમાં મુકાઈ ગયું છે. તેમાં અંજૂના માતા-પિતાની કોઈ ભૂલ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ