બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Animation, gaming courses will be conducted, 20 lakh new jobs will be created

BIG NEWS / એનિમેશન, ગેમિંગના કરાવાશે કોર્સ, ઊભી થશે 20 લાખ નવી નોકરીઓ: મોદી સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન

Priyakant

Last Updated: 12:37 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકાર દ્વારા ગઠિત ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી 8 વર્ષમાં AVCG સેક્ટરમાં 20 લાખ નવી નોકરીઓ આવવાની છે

  • ભારતમાં હવે એનિમેશન, ગેમિંગના કોર્સ કરાવાશે 
  • AVCG સેક્ટરમાં 20 લાખ નવી નોકરીઓ ઊભી થશે 
  • એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, કોમિક્સ અને ગેમિંગ સેક્ટરમાં નોકરીઓ

જો તમે એનિમેશન અને ગેમિંગમાં રસ ધરાવો છો તો પછી તમારી માટે એક સારા સમાચાર છે. કારણ કે આવનાર સમય તમારા માટે શાનદાર રહેવાનો છે. એનિમેશન, વીએફએક્સ, ગેમિંગ, કોમિક્સ એટલે કે AVCG સેક્ટરમાં ઘણી બધી નવી નોકરીઓ આવવાની છે. ખુદ કેન્દ્ર સરકારે આ દાવો કર્યો છે. 

ભારત સરકાર દ્વારા ગઠિત ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી 8 વર્ષમાં AVCG એટલે કે, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, કોમિક્સ અને ગેમિંગ સેક્ટરમાં 20 લાખ નવી નોકરીઓ આવવાની છે. તેથી જ સરકાર આ વિસ્તારોમાં શાળાથી કોલેજ સ્તર સુધી નવા અભ્યાસક્રમો પણ લાવવા જઈ રહી છે.

સરકારના આયોજન અને લેટેસ્ટ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી જે વીડિયો ગેમ્સ અને કાર્ટૂન માટે વાલીઓ પોતાના બાળકોને રોકતા હતા, તે જ શાળાઓમાં ભણાવવામાં આવશે. એટલું જ નહીં, સરકાર આ ક્ષેત્રોમાં સામગ્રી બનાવનારાઓને તકનીકી અને નાણાકીય મદદ પણ આપશે. જાણો શું છે સંપૂર્ણ યોજના?

મહત્વનું છે કે, કેન્દ્રની ટાસ્ક ફોર્સે પોતાના રિપોર્ટમાં અનેક ભલામણો કરી છે. અપૂર્વ ચંદ્રા આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ છે. તેમણે પોતાનો રિપોર્ટ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને સોંપ્યો છે. અહેવાલ મળ્યા પછી, મંગળવારે, 27 ડિસેમ્બર, 2022 ના રોજ, સરકારે આ ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવાનું કહ્યું છે. 

ટાસ્ક ફોર્સના રિપોર્ટ શું ભલામણ કરાઇ ?
  • ભલામણ મુજબ સરકાર સમગ્ર દેશમાં ક્રિએટ ઇન ઇન્ડિયા અભિયાન ચલાવશે. આ અંતર્ગત સરકાર ભારતીય કન્ટેન્ટ સર્જકોને ટેકનિકલ અને નાણાકીય મદદ કરશે. જેથી આ ક્ષેત્રોમાં ભારતીય સામગ્રીનો પ્રચાર થાય.
  • દેશમાં AVCG ક્ષેત્ર માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવી જોઈએ. આ સાથે સ્થાનિક સરકારોની મદદથી રાજ્યોમાં પ્રાદેશિક કેન્દ્રો સ્થાપિત કરવા જોઈએ.
  • દેશના અલગ-અલગ શહેરોમાં ગેમિંગ એક્સ્પોનું આયોજન કરવું જોઈએ. જેથી એફડીઆઈ, કો-પ્રોડક્શન અને ઈનોવેશન માટેની તકો શોધી શકાય.
  • એનિમેશન માટે દૂરદર્શન પાસે સમર્પિત ચેનલ હોવી જોઈએ. રામાયણ, મહાભારતથી પ્રેરિત વિડીયો ગેમ્સ તૈયાર કરવી જોઈએ.
  • આ અભ્યાસક્રમો શીખવવા માટે દરેક શાળામાં ઓછામાં ઓછા બે પ્રશિક્ષિત શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ. એક શિક્ષક કેજીથી ધોરણ 5 સુધી અને બીજા શિક્ષક વર્ગ 6 થી 12 સુધી.
  • યુજીસી દ્વારા માન્ય AVCG અભ્યાસક્રમો યુનિવર્સિટી કક્ષાએ ચલાવવા જોઈએ. જેમકે એક્સપિરિએન્શિયલ આર્ટ્સમાં પીજી/બીએ, ગ્રાફિક આર્ટ્સમાં સ્નાતક (કોમિક્સ અને એનિમેશન ડિઝાઇન), ગેમ ડેવલપમેન્ટમાં બીએસસી, સિનેમેટિક આર્ટ્સમાં બેચલર (કોમિક્સ, એનિમેશન, વીએફએક્સ), ક્રિએટિવ આર્ટ્સ અને સાયન્સના સ્નાતક.

શું કહ્યું ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ચંદ્રાએ ? 

સરકારના આંતર-મંત્રાલય ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ચંદ્રાએ કહ્યું, હાલમાં ભારતમાં AVCG ક્ષેત્રમાં લગભગ 1.85 લાખ વ્યાવસાયિકો છે. પરંતુ બજારને આના કરતાં વધુ કુશળ કર્મચારીઓની જરૂર છે. આ ક્ષેત્રના વિકાસને ટકાવી રાખવા માટે, અમને 2030 સુધીમાં 20 લાખ વ્યાવસાયિકોની જરૂર પડશે. આ સાથે મીડિયા સાથે વાત કરતા ટાસ્ક ફોર્સના અધ્યક્ષે કહ્યું કે, આખી દુનિયામાં AVCG સેક્ટરનું માર્કેટ લગભગ 22.78 લાખ કરોડ રૂપિયાનું છે. હાલમાં આમાં ભારતનો હિસ્સો 24,855 કરોડ રૂપિયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ