બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Anger erupted among Hanuman devotees in Gujarat over the Salangpur dispute

આક્રોશ / ગુજરાતમાં હનુમાન ભક્તોમાં સાળંગપુર વિવાદને લઈ ભભૂકયો રોષ, દિવસભર જુઓ ક્યાં કેવો થયો વિરોધ, આંદોલન છેડાશે

Vishal Khamar

Last Updated: 07:16 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર મંદિરમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. જેને લઈને અમદાવાદ, વડોદરા તેમજ રાજકોટમાં સાધુ સંતો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે.

  • સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ચિત્ર મામલે રોષ યથાવત્
  • અમદાવાદમાં હિન્દુ સમાજના યુવાનોમાં ભારે રોષ
  • રાજકોટથી 5 તારીખે એક હજારથી પણ વધુ ગાડીઓ સાળંગપુર મંદિર જશેઃ જનતા

સાળંગપુર મંદિરમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મામલે રોષ યથાવત છે. અમદાવાદમાં હિન્દુ સમાજનાં યુવાનોમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સાધુ-સંતો બાદ હિન્દુ સમાજનાં યુવાનોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. હિન્દુ સમાજનાં યુવાનો દ્વારા એવી માંગ કરી છે કે આ વિવાદનો ઝડપથી અંત આવવો જોઈએ. હનુમાનજીનાં વિવાદિત ચિત્રોથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. વિવાદનાં કારણે હિન્દુત્વનાં ભાગલા થશે.

5 તારીખે એક હજારથી વધુ ગાડીઓ સાળંગપુર મંદિરે જસેઃ ભક્ત
રાજકોટ સાળંગપુર મંદિરનાં વિવાદ મામલે હનુમાન ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે ભીંતચિત્ર મુદ્દે લોકોએ રોષ ઠાલવ્યો છે. અને વધુમાં જણાવ્યું છે કે હનુમાનજીનું અપમાન સહન નહિ કરીએ. તેમજ સાળંગપુર મંદિર દ્વારા પ્રતિમા નહિ હટાવાઈ તો જોવા જેવી થશે. આ આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. 5 તારીખે 1000 થી પણ વધુ ગાડીઓ સાળંગપુર મંદિરે જશે. 

જ્યા સુધી તિલક, ભીતચિત્ર નહી હટે ત્યા સુધી આંદોલન ચાલુ રહેશેઃ સાધુ સંતો
સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિંત્રોને લઈ વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. તો બીજી તરફ વિવાદને લઈને વડોદરામાં સંતો દ્વારા આંદોલન શરૂ થયું છે. વડોદરામાં સંતો અને હિંદુ સંગઠન દ્વારા વિરોધ શરૂ થયો છે. હનુમાનજીને તિલક લગાવ્યું તે રામનું તિલક નથી. હનુમાનજીને દાસ તરીકે દર્શાવ્યા છે. હવે જ્યાં સુધી તિલક, ભીંતચિત્ર હટશે નહી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમજ ભગવાનનું જે અપમાન કરવામાં આવ્યું તે બંધ થવું જોઈએ. તેમજ બીજાને નીચા બતાવીને પોતે મોટું થવું તે ખોટું છે અને હનુમાનજી રામજી સિવાય કોઈના દાસ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ