બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Anger destroys life: In Ahmedabad, only collision with goat, murder of youth, attack with iron pipe

ક્રાઈમ / ગુસ્સાએ બરબાદ કરી જિંદગી: અમદાવાદમાં બકરી સાથે માત્ર ટક્કર થઈ એમાં તો યુવકનું મર્ડર, લોખંડની પાઇપથી કર્યો હતો હુમલો

Vishal Khamar

Last Updated: 05:05 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષ્ણનગરમાં બકરી સાથે અકસ્માત કરતા એક યુવકની હત્યાએ સનસનાટી ફેલાઈ જવા પામી હતી. ત્યારે પોલીસે હત્યા કરનાર આરોપીની કરી ધરપકડ કરી છે. નજીવી બાબતમાં આરોપીઓએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.

  • કૃષ્ણનગરમાં બકરી સાથે અકસ્માત થયા યુવકની હત્યા
  • પોલીસે હત્યા કરનાર આરોપીની કરી ધરપકડ
  • નજીવી બાબતે આરોપીઓએ યુવક પર હુમલો કર્યો હતો

 પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીનું નામ હિતેશ  છે. જેને બકરી માટે એક યુવકની હત્યા કરી દીધી. ઘટના એવી છે કે કૃષ્ણનગર માં સૈજપુર બોઘામાં રહેતો યુવક જગદીશ ચુનારા રાત્રિ દરમિયાન એક્ટિવા પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સૈજપુર ભઠ્ઠામાં રાધેશ્યામ ચાલીની અંદર એક્ટિવા ચલાવતા સમયે અચાનક તેની એક્ટિવા આગળ બકરી આવી હતી. જેના કારણે બકરીને ટક્કર વાગતા તેને ઈજા પહોંચી હતી. 

પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી
બકરીના માલિક આરોપી હિતેશ ચુનારા,  તેના પિતા દશરથ ચુનારા અને ભાઈઓ  ઘરેથી બહાર આવ્યા હતા અને જગદીશ ચુનારા સાથે ઝઘડો કર્યો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ઉશ્કેરાયેલા આરોપીઓ લાકડીઓ અને લોખંડ ની પાઇપોથી હુમલો કરી દીધો હતો. અને જગદીશ જમીન પર ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ડોક્ટર મૃત જાહેર કર્યો હતો.  કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપી હિતેષ ની ધરપકડ કરી છે. 

સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા કરી
પકડાયેલ આરોપી હિતેષ ચુનારા મજુરી કામ કરે છે. અને ઘરે બકરીઓનો ઉછેર કરે છે. ઘર નજીક બકરી ફરી રહી હતી. ત્યારે જગદીશની એક્ટિવા થી બકરી ઘાયલ થતા પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો. આ બકરી બાળપણથી ઉછેરી હોવાથી લાગણીના કારણે મારામારી કરી દીધી હોવાનો આરોપી બચાવ કર્યો. પરંતુ એક સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી. કૃષ્ણ નગર પોલીસે હત્યા કેસમાં 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરીને અન્ય ચારની શોધખોળ શરૂ કરી.

પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો જપ્ત કર્યા
બકરીના કારણે હત્યાની ઘટનામાં કૃષ્ણનગર પોલીસે હત્યામાં ઉપયોગ માં લેવાયેલા હથિયારો જપ્ત કર્યા છે. જ્યારે બકરીનું પણ ઘટના સ્થળે પચનામું કર્યું. આ હત્યા પાછળ બકરી જ જવાબદાર છે કે કોઈ અન્ય કારણ પણ છે તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે.

એ જે ચૌહાણ ( PI, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ