બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Anger among Tapi's tribal leaders

રોષ / 'જવાબ આપવાની ત્રેવડ નથી ને..' અધુરી વાતે જ ટેબલ પર હાથ પછાડી મંત્રીએ ચાલતી પકડી, તાપીના આદિવાસી આગેવાનોમાં રોષ

Vishal Khamar

Last Updated: 06:48 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપી સર્કિટ હાઉસ ખાતે મંત્રી કુંવરજી હળપતિ તેમજ આદિવાસીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીનાં વર્તનને લઈ આદિવાસી આગેવાનોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. મંત્રી અધુરી વાતે જ ટેબલ પછાડી ચાલતી પકડી હતી.

  • તાપીમાં મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસીઓને ખખડાવ્યા 
  • કુંવરજી હળપતિના વર્તનને લઇને આદિવાસી આગેવાનોમાં રોષ 
  • અધુરી વાતે જ મંત્રી ટેબલ પછાડી મંત્રીએ ચાલતી પકડી
કુંવરજી હળપતિ ટેબલ પર હાથ પછાડી ચાલ્યા ગયા

 તાપીમાં મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસીઓને ખખડાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે તાપી ખાતે આવેલ સિવિલ હોસ્પિટલનાં ખાનગીકરણને લઈ આદિવાસીઓ રજૂઆત કરવા ગયા હતા. સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આદિવાસીઓને મંત્રી દ્વારા ખખડાવવામાં આવ્યા હતો. મંત્રીનાં આવા અસભ્ય વર્તનને લઈ આદિવાસી આગેવાનોમાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે મંત્રી અધુરી વાતે જ ટેબલ પછાડી ચાલતી પકડી હતી. આદિવાસીઓની રજૂઆત સાંભળ્યા વગર જ મંત્રી ચાલ્યા ગયા હતા. 

મંત્રીજીનો પિત્તો ગયો
લાલસિંહ ગામીત (આદિવાસી સમાજનાં આગેવાન)

વીડિયો બાબતે ખુલાસો કરવાનું કહેતા મંત્રી દાદાગીરી કરી ટેબલ ઠોકીને જતા રહ્યાઃ લાલસિંહ ગામીત (આદિવાસી સમાજનાં આગેવાન)
આ બાબતે આદિવાસી સમાજનાં આગેવાન લાલસિંહ ગામિતે જણાવ્યું હતું કે, આજે રાજ્ય કક્ષાનાં આદિજાતિ મંત્રી છે કુંવરજીભાઈ હળપતિ તેમની સાથે જે સરકારી સિવિલ હોસ્પિટલ જવા થઈ રહી છે. જેમાં ખાનગી કરણની જે વાત હતી. એને લઈને તેઓએ જે મળવા માટે સમય આપ્યો હતો. તેને લઈ રાહ જોતા હતા. એ પહેલા તેઓએ ભાજપનાં કાર્યકર્તાઓ સાથે કોઈ જગ્યાએ મીટીંગ કરી એ કાર્યકર્તાઓને તેમણે એવું કીધું કે જે આંદોલન કરે છે. આ સરકારી હોસ્પિટલનાં ખાનગીકરણની વિરૂદ્ધમાં એમને કચડી નાંખવા માટે ભાજપનાં કાર્યકર્તાઓ સક્ષમ છે. એ વાત જ્યારે કુંવરજીભાઈ આવ્યા અમારી સાથે મીટીંગ કરવા માટે એ વાત અમે કરી કે આ વીડિયોનો તમે ખુલાસો કરો. તમે આજે જે તમારા કાર્યકર્તાઓ સાથે જે વાત કરી છે એ શું કહેવા માંગે છે. એટલે એ દાદાગીરી કરીને ટેબલ ઠોકીને ઉઠીને જતાં રહ્યા અને અમારી સાથે વાત કરી નથી. 

વીડિયોનાં ખુલાસા બાબતે પૂછતા મંત્રીજી ઉભી થઈ તું...તારી કરી ચાલતી પકડી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ