બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / રાજકોટ / Anganwadi recruitment scam allegation in Jamkandorana

આક્ષેપ / દસ્તાવેજો ઓનલાઇન લિસ્ટમાંથી ગાયબ, મળતિયાંને પહેલું પ્રધાન્ય, જામકંડોરણામાં આંગણવાડી ભરતીમાં કૌભાંડનો આરોપ

Vishal Khamar

Last Updated: 09:48 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામકંડોરણા તાલુકામાં આંગણવાડી કાર્યકરની તેડાગરની ભરતી અરજીમાં મેરિટ લીસ્ટમાં ભયંકર ગેરરીતી થયાની ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરવા આવી છે. હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

  • જામકંડોરણા તાલુકામાં આંગણવાડી તેડાગરની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો
  • ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતી થઈ હોવાનો આક્ષેપ
  • અરજદારની અરજી રદ્દ કરી મેરિટ લીસ્ટમાં જેહાર કરેલ નહી

રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામની આંગણવાડી સાજડીયાળી -1 માં 1 આંગણવાડી કાર્યકર, તથા 1 આંગણવાડી તેડાગરની જગ્યા ખાલી હતી. જેમાં સાજડીયાળી ગામે કાર્યકર તરીકે પ્રતિક્ષાબેન ભાવેશભાઈ કોટડીયા ઓનલાઈન અરજી નં.20236625025319 તથા ભાવિશાબેન મુકેશભાઈ બગડા એ ઓનલાઈન અરજી નં. 202366250079288 ફોર્મની અરજી કરેલ. તથા આંગણવાડી તેડાગર તરીકે હર્ષાબેન પરબતભાઈ ખટાણાએ ઓનલાઈન અરજી નં.20236625054967 તથા જાગૃતિબેન અરજણભાઈ મકવાણાએ અરજી નં.20236625078593 ફોર્મની અરજી ભરેલ. જેનું મેરિટ લીસ્ટ તા. 18/12/2023 ના રોજ બાળવિકાસ અધિકારી જામકંડોરણાએ બહાર પાડ્યુ હતું. જેમાં અરજદારની અરજી અમુક કારણોસર રદ કરી મેરિટ લીસ્ટમાં જાહેર કરેલ નહી.

સેવા સમીક્ષા શિસ્ત બાબતોના નિયમો મુજબની પ્રતિક્ષા યાદી બહાર પાડેલ નથી
જન્મ તારીખનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા ધોરણ-10નું ક્રેડીટ સર્ટીફીકેટ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સુવાચ્ય અપલોડ કરેલ નથી. સ્નાતકના ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નથી. તથા સ્નાતક અરજીમાં માર્કસ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલા છે. ધોરણ-12 પાસ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સુવાચ્ય અપલોડ કરેલ નથી. આ તમામ ડોક્યુમેન્ટએ સુવાચ્ય વ્યવસ્થિત અને માર્કસ સાચાં દર્શાવેલ હતાં છતા પણ મેરિટ લીસ્ટમાં નામ જાહેર કરેલ નથી. મહિલા અને બાળ વિકાસ વિભાગના તા.25/11/2019 તથા તા.27/11/2019 તથા તા. 12/10/2020 તથા તા. 17/11/2021 ના સરકારના આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબતોના નિયમો મુજબની પ્રતિક્ષા યાદી બહાર પાડેલ નથી. 

વધુમાં વાંચો; 2006માં ગળે દોરી વાગ્યા બાદ અમદાવાદના મનોજભાઇએ ઉપાડ્યું મિશન સુરક્ષા અભિયાન, કાર્ય એવું કે કોઈ જ 'ઢીલ' નહીં, અનેક લોકોના બચાવ્યા જીવ

રાજકીય પદાધિકારી દ્વારા પોતાની કાસ્ટનાં લોકોની ભરતી કરવામાં આવેલ છે
આક્ષેપ કરતા અરજદારના જે કારણો ઉપર મુજબ દર્શાવેલ છે. તે કારણો ભાવિશાબેન મુકેશભાઈ બગડાને લેવા માટે કરવામાં આવેલ છે. અમોને જાણમાં છે ત્યાં સુધી જામકંડોરણા તાલુકામાં રાજકીય પદાધીકારીના નજીકના પોતાની કાસ્ટના લોકોની ભરતી કરવામાં આવેલ છે. જે મેરિટ લીસ્ટ જોતાં સ્પષ્ટ સાબિત થાય છે. જો અમારું નામ મેરિટ લીસ્ટમાં દાખલ કરવામાં આવે તો અમારા ગુણાંકની ટકાવારી પ્રોરેટાબેસીસ ગુણ પ્રમાણે વધારે આવે એમ છે આથી ઈરાદાપુર્વક ન રહે બાંસ ન રહેંગી બાસુંરી તે કહેવત મુજબ અમારું નામ દાખલ કરવામાં આવેલ નથી ઈરાદાપુર્વક હરીફ ઉમેદવાર ન થાય તે માટે અમારું નામ મેરિટ લીસ્ટમાં દાખલ કરેલ નથી. આમ ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતી થયેલ છે. મેરિટ લીસ્ટ બનાવવામાં કાનુની પ્રોસિજરની તથા સરકારના ઠરાવનું પાલન થયેલ નથી. જેથી આ તમામ મેરિટ લીસ્ટનો પુન:સમીક્ષા અથવા રદ કરવી જરૂરી છે. જો તેમ ન થાય તો ઘણી અમારા જેવી મહિલાઓને અન્યાય થાય તેમ છે. માનનીય વડાપ્રધાનના મહિલા ઉત્કર્ષની યોજનાઓ અને આત્મ નિર્ભર થવા અંગેના સપનાઓ આવી ભરતીમાં ગેરરીતી થવાના કારણે પુરા થઈ શકે તેમ નથી. જેથી ઉપરોક્ત કારણોસર નામ મેરિટ લીસ્ટમાં દાખલ કરવા માંગ કરાઈ છે.

આ બાબતે નિયામકને લેખિત રજૂઆત કરી છે
ઉપરોક્ત ફરિયાદ જામકંડોરણા તાલુકાના સાજળયાણી ગામ ના મહિલા અરજદારે મુખ્યમંત્રી, તેમજ સ્થાનિક ધારાસભ્ય જયેશ ભાઈને તેમજ નિયામક, ને લેખિત રજૂઆત કરી છે હવે એ જોવાનું રહ્યું કે ઘી ઠામ મા ઘી પડી જશે કે નિયમો પ્રમાણે તપાસ હાથ ધરી ને મહિલા અરજદાર ને ન્યાય મળશે. કે કેમ તે આગામી સમયમાં. જોવુ રહ્યુંનિયમો પ્રમાણે તપાસ હાથ ધરી ને મહિલા અરજદાર ને ન્યાય મળશે કે કેમ તે આગામી સમયમાં જોવુ રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ