બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / અજબ ગજબ / andhra pradesh ambulance denies assistance father carries 7 year olds body on bike

અજીબો ગરીબ / સંપદંશથી મૃત્યુ પામેલ છોકરા માટે એમ્બ્યુલન્સ ન મળતા પિતા બાઈક પર લાશ ઘરે લાવ્યા

MayurN

Last Updated: 09:40 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતાને પોતાના પુત્રનો મૃતદેહ લઇ જવા માટે એમ્બ્યુલન્સ પણ મળી શકી ન હતી, ત્યારે તેમણે મૃતદેહને બાઇક પર ગામમાં લઇ જવો પડ્યો હતો.

  • આંધ્રપ્રદેશમાં ચોંકાવનારી ઘટના સામે આવી
  • પિતા મૃત બાળકના શવને બાઈકમાં લઈને આવ્યા 
  • અધિકારીઓ એમ્બ્યુલન્સ આપવાની ના પાડી

આંધ્રપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સાપ કરડવાથી 7 વર્ષના બાળકનું મોત થયું હતું. પ્રથમ તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં તેનું મોત થયું હતું. બાદમાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગામના અંતરને કારણે પરિવારજનોએ હોસ્પિટલમાં અધિકારીઓ પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી.

અધિકારીઓએ એમ્બ્યુલન્સ આપવાનો ઇનકાર કર્યો
આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાને પોતાના પુત્રનો મૃતદેહ લઇ જવા માટે એમ્બ્યુલન્સ પણ મળી શકી ન હતી, ત્યારે તેમણે મૃતદેહને બાઇક પર ગામમાં લઇ જવો પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 7 વર્ષના બાળકનું મોત સાપના કરડવાથી થયું હતું. બાળકને સાપ કરડતાં જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો, પરંતુ તેને લઈ જવા માટે કોઈ સરકારી એમ્બ્યુલન્સ નહોતી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ એમ્બ્યુલન્સ ન પહોંચી તો પિતા પોતાના બાળકની લાશને બાઈક પર ઉઠાવીને લઈને નીકળી ગયા હતા.

190 કિ.મી. સુધી મૃતદેહને ખભા પર લઈ જવો પડ્યો
તિરુપતિની રૂઇયા હોસ્પિટલમાં 26 એપ્રિલના રોજ આવો કિસ્સો સામે આવ્યો હતો, જેને સાંભળીને તમને આશ્ચર્ય થશે. કાળઝાળ ગરમીમાં એક પિતાએ પોતાના બાળકનો મૃતદેહ બાઈક પર લઈ જવો પડ્યો હતો. ત્યારે એમ્બ્યુલન્સ સ્ટાફે મૃતકના પિતા પાસે તગડી રકમની માંગણી કરી હતી, ત્યારબાદ પિતાએ મૃતદેહને ખભે ઊંચકી હોસ્પિટલથી આશરે 190 કિમીનું બાઈકમાં અંતર કાપ્યું હતું.

એમ્બ્યુલન્સ કર્મચારીએ ના પાડી
આંધ્રપ્રદેશમાં 5 મેના રોજ નેલ્લોર જિલ્લાની સંગમ હોસ્પિટલમાં પણ આવી જ એક ઘટના જોવા મળી હતી. જ્યાં એક પિતા પોતાના પુત્રની લાશને ગામમાં લઈ જવા માંગતા હતા. પરંતુ એમ્બ્યુલન્સના કર્મચારીએ પરિવારને મદદ કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ પુત્રની લાશને લઈને પગપાળા ચાલીને ગામમાં લઇ જવાની ફરજ પડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ