બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anand Collector video scandal: Biggest revelation on VTV about Ketaki Vyas

BIG BREAKING / 300 વીઘા જમીન, ફાઇલ ગાયબ, 2006માં પણ થઈ હતી FIR: કેતકી વ્યાસને લઈને VTV પર સૌથી મોટો ખુલાસો

Malay

Last Updated: 11:37 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News: આણંદ કલેક્ટર ઓફિસમાં મહિલાને મોકલીને કલેક્ટર ડી.એસ ગઢવીને કાવતરામાં ફસાવનાર કેતકી વ્યાસ મોટી ખેલાડી હોવાનું જાણવા મળી રહ્યું છે. કેતકી વ્યાસે લાંચની રકમમાંથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

  • આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમરાનો મામલો
  • VTVને હાથ લાગ્યા કેતકી વ્યાસના કારનામાના પુરાવા
  • કેતકી વ્યાસ પાસે ખેડૂત હક્ક ન હોવા છતાં ખેતીની જમીનો હડપી
  • સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમારનો કેતકી વ્યાસને લઇ દાવો

Anand News: આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આ ત્રણેયના અનેક કારસ્તાન સામે આવી રહ્યા છે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ વચ્ચે કટકીખોર કેતકી વ્યાસ અંગે વધુ એક ઘટસ્ફોટ થયો છે. લાંચની રકમથી કેતકી વ્યાસે 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કેતકી વ્યાસ

300 વિઘા કરતા વધુ જમીન હોવાનો દાવો
કેતકી વ્યાસના અનેક કારનામાના પુરાવા VTVને હાથ લાગ્યા છે. કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન હોવાનો સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. દિપક પરમારે દાવો કર્યો છે કે, કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000 વાર કરતા વધારે જમીન ખરીદી હતી. પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન કેતકી વ્યાસે પોતાના નામે કરી લીધી હતી. 

આ જમીન પર હાલમાં પેટ્રોલ પંપ છેઃ દિપક પરમાર
એટલું જ નહીં તેમણે પાટણના કોટાવડ ખાતે ખેડૂત હોવાનો દાખલો આપીને આ જમીન ખરીદી હતી. આ જમીન પર હાલમાં પેટ્રોલ પંપ પણ છે. અકલાચા જમીન ખરીદી વાળી જમીનની ફાઇલ ગાયબ છે. સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર ATS અને રેવન્યુ વિભાગને વધુ પુરાવા સુપ્રત કરશે.

અગાઉ પણ જમીન પ્રકરણમાં થઈ હતી કાર્યવાહી
કેતકી વ્યાસ પહેલેથી અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. કેતકી અગાઉ પણ કાંડ કરી ચૂકી છે. અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું, ત્યારે પણ તેણે અનેક કૌભાંડો આચર્યા હતા. કેતકી વ્યાસ સામે આ પહેલા પણ જમીન પ્રકરણમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામની જમીન પ્રકરણમાં કેતકી વ્યાસ સામે ઈન્કવાયરી થઈ હતી. 

2006માં નોંધાઈ હતી FIR
આ ઉપરાંત કેતકી વ્યાસ વિરુદ્ધ 2006માં પોલીસ સ્ટેશનમાં FIR પણ થઈ હતી, કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે બીસ્મિલ્લાખાન પઠાણ નામના વ્યક્તિને ગેરકાયદે 6 દિવસ સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા, આ મામલે પઠાણ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં અરજી કરાયા બાદ કેતકી વ્યાસ સામે FIR થઈ હતી, આ મામલો હજુ કોર્ટમાં પડતર છે.

VTV Gujarati News and Beyond on Twitter: "આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવી કઢંગી  હાલતમાં ઝડપાયા, એક મહિલા સાથે બિભત્સ હરકત કરતા CCTVમાં કેદ, DDO મિલિન્દ  બાપનાને ...
ડી.એસ ગઢવી

કર્મચારીઓએ જ પ્લાન ઘડ્યો હોવાનો ખુલાસો
અત્રે ઉલ્લખનીય છે કે, આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવાનો કારસો રચનાર કેતકી વ્યાસ સહિત ત્રણને ઝડપી પોલીસ તપાસ કરી રહી છે. આ તમામે કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઇરાદા પર કલેક્ટર ડી.એસ ગઢવીએ પાણી ફેરવી દેતાં 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કેતકી વ્યાસ, જે.ડી પટેલ અને હરીશ ચાવડા સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલાની તપાસ આણંદ LCB પી.આઈ. કિરણ ચૌધરી કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ