બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / An opportunity to please Lord Shiva on the day of Somvati Amas

Somavati Amavasya 2023 / સોમવતી અમાસના દિવસે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા કરો આ વિશેષ ઉપાય, અટકેલા કામો પલવારમાં ઉકેલાશે

Kishor

Last Updated: 05:54 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવતી અમાસના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા આટલા ઉપાયો કરવા જોઇએ. જેથી જીવનમાં અટકેલા કામો ઉકેલાઈ શકે છે.

  • આવતીકાલે તા. 17 જુલાઈના રોજ સોમવતી અમાસની ઉજવણી કરાશે
  • ભગવાન શિવના આશીર્વાદ મેળવવાથી સુખ, સપન્નતા અને સમૃદ્ધિનો માર્ગ ખુલશે
  • ભગવાન શિવની કૃપા મેળવવા આટલું કરો!

હિન્દુ ધર્મમાં મહત્વની ગણાતી સોમવતી અમાસની આવતીકાલે તા. 17 જુલાઈના રોજ ઉજવણી થશે. ત્યારે આ વખતે વિશેષ સંયોગ બની રહ્યો છે. કારણ કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે અમાસ આવતી હોવાથી વિશેષ મહત્વ વધ્યું છે. આ અમાસ પર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે જીવનમાં સુખ, સપન્નતા અને સમૃદ્ધિનો માર્ગ ખુલી શકે છે. ત્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટેના ઉપાયો વિશે જાણીએ વિસ્તારથી!


શિવલિંગ પર સફેદ વસ્તુઓ ચડાવવી
શ્રાવણ મહિનાના બીજા સોમવારે એટલે કે આવતીકાલે 17 જુલાઈ 2023 ના રોજ સોમવતી અમાસ આવી રહી છે. આ અવસરે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ભક્તોના તમામ પ્રકારના સંકટ દૂર થઈ શકે છે. ભગવાન મહાદેવ કપાળ પર ચંદ્રને ધારણ કરે છે. જેમાં પણ ચંદ્રને  સફેદ વસ્તુઓ સાથે સબંધ હોવાથી માન્યતા એવી પણ છે કે સોમવતી અમાસના દિવસે શિવલિંગ પર સફેદ વસ્તુઓ ચડાવવાથી ખૂબ જ સારું ફળ મળે છે.

શિવલિંગ પર ભૂલથી પણ અર્પણ ના કરો આ વસ્તુઓ, જુઓ કેવી રીતે કરવી જોઇએ ભગવાનની  પૂજા | shivling puja do not offer these things in shivling even by mistake  know the right

  • વધુમા પરિવારમાં ક્લેશ અને કામકાજમાં તણાવ મોટા ભાગના લોકો અનુભવતા હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે સોમવતી અમાસના રોજ ભગવાન શિવને દૂધનો અભિષેક કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમ કરવાથી પારિવારિક સમસ્યા દૂર થઈ જાય છે અને ઘરમાં પ્રેમ, ભાઈચારાની ભાવના બની રહે છે.
  •  
  • વધુમાં શ્રાવણ મહિનાના સોમવારે શિવ મંદિરમાં શિવલિંગ પર દહીં ચડાવવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી લાંબા સમયથી અટકે પડેલા કામો પૂરા થઈ જાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વાસ કરે છે.
  • વધુમાં શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ પર સાકર પણ અર્પણ કરવામાં આવી શકે છે. માન્યતા એવી છે કે શિવલિંગ પર સાકર ચડાવવાથી જીવનમાં મીઠાશ આવે છે અને બુદ્ધિમતા એકાગ્રતા અને યાદશક્તિ વધી શકે છે.
  •  
  • આ ઉપરાંત સોમવતી અમાસ અને શ્રાવણના સોમવારના દિવસે શિવલિંગ ઉપર માખણનો અભિષેક કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માખણના અભિષેકથી સંતાન સુખમાં આવતી બાધા દૂર થઇ શકે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.) 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ