બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / An ongoing dispute over the authority and throne of the Sokhda Haridham temple

હુકમ / સોખડા હરીધામ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટનો વચગાળાનો આદેશ, પ્રબોધ સ્વામી જૂથને આપી આ રાહત

Kishor

Last Updated: 11:11 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોખડા હરીધામ મંદિરની સત્તા અને ગાદીના ચાલતા વિવાદ વચ્ચે પ્રબોધ સ્વામી જૂથના સાધુ સંતો સાધવીઓ અને સહિષ્ણુઓને ટ્રસ્ટની મિલકતમાંથી હાલ પૂરતા દૂર કરવા ન કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.

  • સોખડા હરીધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ
  • હાઇકોર્ટની ખંડપીઠનો મહત્વનો વચગાળાનો હુકમ
  • પ્રબોધ સ્વામી જૂથના સંતો, સહિષ્ણુઓને ટ્રસ્ટની મિલકતમાંથી હાલ પૂરતા દૂર કરવા નહિ


સોખડા હરીધામ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટ દ્વારા વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા યોગી ડિવાઇન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ચેરિટી કમિશનરને હુકમ કરતા જણાવ્યું છે કે પ્રબોધ સ્વામી જૂથના સંતો, સહિષ્ણુઓને ટ્રસ્ટની મિલકતમાંથી હાલ પૂરતા દૂર કરવા નહીં. વધુમાં પ્રબોધ સ્વામી જૂથના સાધુ, સાધ્વીઓ અને સહિષ્ણુ જ્યાં વસે છે ત્યાં ખલેલ પણ ન પહોંચાડવા અપીલ કરી છે. કોર્ટે આદેશ કરીને 10 માર્ચ સુધી ખલેલ ન પહોંચાડવા તાકીદ કરી છે.

સોખડા હરિધામ મંદિરમાં હરિભક્ત અનુજ નામના શખ્સને માર મારવાની ઘટના બાદ  મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે.

10 માર્ચ સુધી  કોઈ ખલેલ નહીં પાડે

સોખડા ગાદી વિવાદ મામલે હાઇકોર્ટની ખંડપીઠએ મહત્વનો હુકમ કર્યો છે. ટ્રસ્ટની મિલકતમાં રહેઠાણ અંગેની હુકુમત નહિ હોવા અંગેના ચેરિટી કમિશનરના હુકમ અને ત્યારબાદ થનારી સંભવિત કાર્યવાહી પર હાઇકોર્ટે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટમાંથી દુર કરાયેલ ટ્રસ્ટી વિઠ્ઠલ પટેલ પણ પ્રબોધ સ્વામી જૂથના સાધુ સંતો સાધવીઓ અને સહિષ્ણુઓ હાલ જ્યાં વસે છે ત્યાં 10 માર્ચ સુધી  કોઈ ખલેલ નહીં પાડે એવો હાઇકોર્ટની ખંડપીઠે જણાવ્યું છે.મહત્વનું છે કે 10 માર્ચ સુધી કોઈ પગલાં નહીં લેવાય તેવું પ્રતિવાદીઓ તરફથી અપાયેલું નિવેદન હોવા છતાં કોર્ટના હુકમ વિના તેની અમલવારીને લઈને દુરોગામી અસરો પડી શકે તેવી ભીતિ સાથે હાઇકોર્ટમાં રજૂઆત કરાઈ હતી.

સિંગલ જજની બેન્ચએ અવલોકન કર્યું કે

વધુમાં હાઇકોર્ટના સિંગલ જજની બેંચે ઠેરવ્યું હતું કે નિર્ણયમગર અને બાકરોલમાં ટ્રસ્ટની મિલકતમાં   રહેવા દેવા અંગેની માંગણી વાળી અરજી ચલાવવાની ચેરિટી કમિશનરને સત્તા નથી. આ અંગે દીવાની દાવો થઈ શકે એવું સિંગલ જજની બેન્ચએ અવલોકન કર્યું હતું. પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 41A હેઠળ માત્ર ટ્રસ્ટના સંચાલન બાબતની અરજીઓ જ સાંભળવાનો ચેરિટી કમિશનરને અધિકાર હોવાનું  હાઇકોર્ટના સિંગલ જજનું અવલોકન હતું. વધુમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે મિલકત પરના દાવા અંગે ચેરીટી કમિશનરને સત્તા નહીં નથી. આ વચગાળાની વ્યવસ્થાથી નિર્ણયનગર અને બાકરોલમાં પ્રબોધ સ્વામી જૂથના સાધુ સંતો સાધવીઓ અને સહિષ્ણુઓ રોકાઈ રહ્યા છે.

શું છે સોખડા ગાદીનો વિવાદ ?

સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ થઇ રહી છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદી ખાલી પડી હતી. જેને લઇને હવે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ ચાલી રહી છે. યોગી ડિવાઇન સોસાયટી હોદ્દેદારો પણ મામલો ઉકેલવામાં અસમર્થ રહ્યા. ગાદી મેળવવાનો ખેલ મંદિર ટ્રસ્ટની કરોડોની સંપત્તિ જવાબદાર છે. દેશ-વિદેશના હરિભક્તોના દાનથી સોખડા મંદિરનું નિર્માણ થયું છે. સંતોના બે જૂથની જેમ હરિભક્તો પણ બે જૂથમાં વહેંચાયા છે. સોખડા ગાદીનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે. હરિપ્રસાદ સ્વામીની હયાતીમાં મંદિરના પગથીયા ઘસતા નેતાઓએ પણ રસ્તો બદલ્યો. એકપણ નેતા વિવાદ ઉકેલવામાં નથી લઈ રહ્યાં રસ. ગાદી મેળવવા 2 જૂથના શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. વેબસાઇટ પરથી પ્રબોધ સ્વામીની તસવીરો હટાવી લેવાઇ છે. તો સુરત પાસે સંમેલનમાં 136 ઘર મંદિરમાં પ્રબોધ સ્વામીની મૂર્તિ મુકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ