બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / An old man died during treatment after being attacked by a dog in Surat

દુઃખદ બનાવ / ભૂલ પડી ભારે! સુરતમાં 4 મહિના અગાઉ કરડેલા શ્વાને લીધો વૃદ્ધનો ભોગ, મોત પાછળનું કારણ ચોંકાવનારું

Malay

Last Updated: 10:51 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં રખડતા ઢોર બાદ હવે રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે. શહેરમાં રખડતા કૂતરાના હુમલાથી વધુ એકનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.

 

  • સુરતમાં શ્વાને લીધો વધુ એકનો ભોગ 
  • નવી સિવિલ હોસ્પિટલમાં વૃદ્વે તોડ્યો દમ
  • હડકવાના લક્ષણો દેખાતા ચાલી રહી હતી સારવાર

સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરમાં શ્વાને વધુ એકનો ભોગ લીધો છે. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ થયું છે. 

બે દિવસ અગાઉ દેખાયા હતા હડકવાના લક્ષણો
પ્રાપ્ત વિગતો અનુસાર,  સુરતના વૃદ્ધને ચાર મહિના અગાઉ રખડતા કૂતરાએ બચકું ભરી લીધું હતું. જે બાદ તેઓએ રસી લીધી ન હતી. બે દિવસ અગાઉ વૃદ્ધમાં હડકવાના લક્ષણો દેખાયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે. વૃદ્ધના મૃત્યુ અંગે તબીબનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હડકવા થયા પછી સારવાર શક્ય નથી. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સુરતમાં રખડતા કૂતરાઓના ટોળાએ એક માસુમ બાળકનો જીવ લીધો હતો. 

સુરતમાં રખડતા શ્વાનનો આતંક: 2 વર્ષની બાળકીને ભર્યા 40 બચકાં, સર્જરી કરાવવા  મજબૂર | In Surat, 40 children fed a 2-year-old girl to a stray dog
ફાઈલ ફોટો

સુરતમાં 6 વર્ષના માસૂમનું થયું હતું મોત 
સુરતના ભેસ્તાન વિસ્તારમાં 6 વર્ષનો સાહિલ તેના માતા-પિતા સાથે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર હાજર હતો. બાળકના માતા-પિતા તેમના કામમાં વ્યસ્ત હતા. 22 માર્ચે બપોરે 1 વાગ્યાની આસપાસ જ્યારે બાળક રમી રહ્યો હતો, ત્યારે શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કર્યો. કૂતરાઓએ બાળકના શરીરને ખરાબ રીતે ફાડી નાખ્યું. જે બાદ બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. સાહિલના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોક છવાયો હતો. 

બાપ રે! 2 જ કલાકમાં કૂતરાંએ 40 લોકોને બચકાં ભર્યા! ઇમરજન્સી વોર્ડ હાઉસફૂલ |  in barmer rajasthan dog bites 40 people in 2 hours
ફાઈલ ફોટો

2 વર્ષની બાળકીને ભર્યા હતા 40 જેટલા બચકાં
ગયા મહિને શહેરમાં 2 વર્ષની બાળકી પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો. શ્વાનોએ તેને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બાળકીને 30થી 40 જેટલા બચકા ભર્યા હોવાનું ડોક્ટરે કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ