બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / An old man died after his foot slipped in Rajkot

ચેતજો / બંધ લિફ્ટમાંથી બહાર નીકળતા વૃદ્ધે કરી ભૂલ, સીધા નીચે પટકાતાં મોત, રાજકોટનો હૈયું થભી જાય તેવો વીડિયો

Kishor

Last Updated: 06:57 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે પગ લપસી જતાં વૃદ્ધનું મોત નીપજ્યું હોવાના કમકમાટીભર્યા સીસીટીવી સામે આવ્યા છે.

  • રાજકોટમાં પગ લપસી જતાં વૃદ્ધનું મોત
  • લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે લપસ્યો પગ 
  • લિફ્ટ બંધ થતાં બહાર નીકળવાની કોશિશ કરતા હતા 

રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે પગ લપસી જતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.150 ફૂટ રિંગ રોડ પર આવેલ ઇસ્કોન ઓબિટો એપાર્ટમેન્ટનો આ બનાવ છે. જ્યા લિફ્ટ બંધ થઇ જતા વૃદ્ધ બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા આ વેળાએ પગ લપસી જતા તે નીચે પટકાયા હતા અને મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV  સામે આવ્યા છે.

સાતમા માળેથી લિફ્ટ મારફતે નીચે ઉતરતા હતા વૃદ્ધ

આ કેસની વિગત એવી છે કે રાજકોટ શહેરના મવડી 80 ફૂટ રોડ પર આવેલ શ્યામલ ઉપવનની પાછળના ભાગે ઇસ્કોન એમ્બીટો નામનું રેસિડેન્ટલ ટાવર આવેલું છે. જ્યાં રહેતા અને ડીઝલ એન્જિનનું કારખાનું ચલાવતા હરસુખભાઈ નરસિંહભાઈ નામના 65 વર્ષીય વૃદ્ધ આજે સવારે સાતમા માળેથી લિફ્ટ મારફતે નીચે ઉતરતા હતા. આ દરમિયાન વીજ પુરવઠો એકાએક ખોરવાઈ જતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેમાં વૃદ્ધ કારખાનેદાર ફસાઈ ગયા હતા.

સમગ્ર ઘટનાના CCTV બહાર આવ્યા
 તેઓ બહાર નીકળવા માટે કોશિશ કરતા હતા અને બહાર કાઢવાના પ્રયાસમાં લિફ્ટ અને દરવાજા વચ્ચેના ગાળામાંથી તેઓ સરકી ગયા હતા. જેને લઈને સાતમા માળેથી નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જે અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV બહાર આવ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ