બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / An investigation has been completed into the issue of bridge collapse in Bopal

બોપલ / હદ છે! આટલો મોટો બ્રિજ તૂટી ગયો અને કોઈ કાર્યવાહી નહીં, એ જ કંપનીને ફરી કામ આપવા ઔડાએ માંગી મંજૂરી

ParthB

Last Updated: 09:11 AM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોપલમાં ગત ડિસેમ્બર માસમાં આકાર પામી રહેલા બ્રિજ તૂટવા મુદ્દે તપાસ પૂર્ણ કરવામાં આવી છે. ઔડાએ આ દુર્ઘટનામાં કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી નહીં કરી.

  • અમદાવાદના બોપલમાં બ્રિજ તૂટવા મુદ્દે તપાસ પૂર્ણ
  • દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં
  • જેની બેદરકારી હતી તેને જ ફરી અપાયું કામ

બોપલ વિસ્તારમાં 78.05 કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજના ચાલુ કામમાં ગત 21મી ડિસેમ્બર 2021ના રોજ રાત્રીના 12.00 વાગ્યા પછી બોપલ બ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. ઘટના બાદ બ્રિજનું કામ બંધ કરી સરકારે તપાસનો આદેશ આપ્યો હતો.

બ્રિજ તૂટવાની ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં

અમદાવાદના બોપલમાં ગત 21મી ડિસેમ્બર 2021માં આકર પામી રહેલા નવ નિર્મિત બ્રિજ તૂટી પડ્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા બ્રિજ તૂટવાની ઘટના પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેની તપાસ અઢી મહિના પહેલા પૂર્ણ થઈ છે. જો કે, હજી સુધી ઔડા દ્વારા બ્રિજ તૂટવાની ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. નવાઈની વાત તોએ છે કે, આ દુર્ઘટનામાં રણજીત બિલ્ડકોન નામની કંપનીની બેદરકારી હતી તેને જ ફરી બ્રિજ બનાવવાનું કામ સોંપાયું છે. ઉલ્લેખનીય છે કે, ઔડાએ રણજીત બિલ્ડકોનને ફરી કામ આપવા સરકારની મંજૂરી માંગી હતી. 

શું હતી સમગ્ર ઘટના ?

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધિન ઓવર બ્રિજનો એક હિસ્સો ગત 22મી ડિસેમ્બર 2021ના મોડી રાતે એકાએક તૂટી પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક પણ ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ