બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / An incident that shamed humanity came out from Surat

ઘોર કળિયુગ / 11 વર્ષની દીકરી ઘરમાં પણ સુરક્ષિત નથી: ચોકલેટની લાલચ આપી દાદાએ જ આચર્યું દુષ્કર્મ, એલર્જીની સારવારમાં થયો ખુલાસો

Malay

Last Updated: 12:15 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના મહુવામાં વૃદ્ધની માનસિક વિકૃતિની પરાકાષ્ઠા, 11 વર્ષીય તરુણી પર વૃદ્ધે વારંવાર આચર્યું દુષ્કર્મ, તરુણીએ એલર્જીની સારવાર કરાવતા દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ.

  • 11 વર્ષીય તરુણી પર આચર્યું દુષ્કર્મ 
  • બિસ્કીટની લાલચ આપી આચર્યું દુષ્કર્મ 
  • આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ 

Surat News: સુરતમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધે 11 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સગીરાને એલર્જી થતાં માતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી, જ્યાં સારવાર દરમિયાન સગીરા પર દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ થતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલ પીડિતાની માતાએ નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Topic | VTV Gujarati

એકલતાનો લાભ ઉઠાવી આચર્યું દુષ્કર્મ
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના મહુવામાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા દંપતીની માત્ર 11 વર્ષની દીકરી પર બાજુમાં રહેતા સુખાભાઈ ભાણાભાઈ હળપતિ નામના વૃદ્ધે નજર બગાડી હતી. સગારાના માતા-પિતા મજૂરીએ ગયા બાદ એકલતાનો લાભ ઉઠાવીને નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.   

એલર્જીની સારવાર કરાવતા દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ 
જે બાદ 8 માસના સમયગાળામાં અનેકવાર નરાધમે સગીરાને એકલી ભાળી ચોકલેટ પીપરની લાલચ આપી વાસના સંતોષી હતી. જે બાદ તરુણીને એલર્જી નીકળી આવતા માતા તેને લઈને સરકારી દવાખાને પહોંચી હતી. જ્યાં સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાનું તબીબોએ જણાવ્યું હતું. 

Topic | VTV Gujarati

પીડિતાની માતાએ નોંધાવી ફરિયાદ 
જે બાદ દીકરી પોતે જેને દાદાજી કહીને સંબોધતી હતી તેજ લંપટ આધેડે સગીરાને હવાશનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સગીરની માતાએ મહુવા પોલીસ મથકે સુખાભાઈ ભાણાભાઈ હળપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે લંપટની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ