બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / An important decision has been taken by the state government, withdrawal of fee hike in GMERS medical colleges

ડૉક્ટરી સસ્તી થઈ.! / મેડીકલ કોલેજ વિદ્યાર્થીઓ સૌથી મોટા સમાચાર, GMERSએ ફી વધારો પાછો ખેંચ્યો, હવે આટલી ફી સરકાર માન્ય

Vishal Khamar

Last Updated: 07:19 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા 13 GMERS કોલેજોમાં ચાલતા તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં વર્ષ 2023-24 માં અસહ્ય ફી વધારો કરાયો હતો. જે મામલે વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા આજે સરકાર દ્વારા મેડીકલનાં અભ્યાસક્રમમાં કરાયેલ ફી વધારો પાછો ખેંચ્યો છે.

 

  • GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારો પરત ખેંચાયો
  • ફોર્મ ભર્યા બાદ ફીમાં વધારો કરાતાં થયો હતો વિરોધ
  • સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરાઇ
  • મેનેજમેન્ટ ક્વોટાની ફી 17લાખથી ફરી 9.7 લાખ થઇ

 રાજ્ય સરકાર દ્વારા તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2023-24 માં  13 GMERS કોલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય ફી વધારો કર્યો હતો. જે મામલે ધારાસભ્યો તેમજ વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે સરકાર વિચારણા કર્યા બાદ GMERS કોલેજોમાં ફી વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે.  ત્યારે હવે સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે. ત્યારે ફી વધારો પરત ખેંચાતા વાલીઓને સૌથી મોટી રાહત થવા પામી છે. 

ફીમાં કેટલો વધારો કરાયો હતો
શૈક્ષણિક પ્રવેશ વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની જીએમઈઆરએસની 13 મેડીકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.5.50 લાખ સાથે સેલ્ફ ફાયનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75% બેઠક પ્રમાણે કુલ 1500 બેઠકો તેમજ શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10% બેઠકો પ્રમાણે કુલ-210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવી હતી.
હવે કેટલી ફી નક્કી કરાઈ
વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા સરકાર દ્વારા ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. ત્યારે હવે શૈક્ષણિક પ્રવેશ વર્ષ 2023-24  માં સરકારી ક્વોટાની ફી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 9.7 લાખ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા વિચાર વિમર્શ કર્યા બાદ વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય કર્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ