બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amit Shah to visit Gujarat on April 6: To unveil 54-foot statue of Dada in Salangpur

કાર્યક્રમ / અમિત શાહ 6 એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે: સાળંગપુરમાં દાદાની 54 ફૂટની મૂર્તિનું કરશે અનાવરણ, અમદાવાદમાં મહત્વની બેઠક

Priyakant

Last Updated: 02:07 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના સ્થાપના દિવસે અમિત શાહ ગુજરાત આવવાના હોઇ સાળંગપુર અને અમદાવાદના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે

  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે
  • 6 એપ્રિલે ગુજરાત આવશે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ
  • સાળંગપૂર અને અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રીના કાર્યક્રમ
  • સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે કેન્દ્રિય ગૃહમંત્રી
  • અમદાવાદમાં મનપા, જિલ્લાના અધિકારીઓ, હોદેદારો સાથે બેઠક કરશે
  • પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. વાત જાણે છે કે, અમિત શાહ 6 એપ્રિલે ગુજરાત આવશે. મહત્વનું છે કે, ભાજપના સ્થાપના દિવસે અમિત શાહ ગુજરાત આવવાના હોઇ સાળંગપુર અને અમદાવાદના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે . આ સાથે અમદાવાદમાં મનપા, જિલ્લાના અધિકારી, હોદ્દેદારો સાથે બેઠક કરશ. આ સાથે અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની  સમીક્ષા કરશે. 

સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે કેન્દ્રિય ગૃહમંત્રી
અમિત શાહ સાળંગપુરમાં અનેક વાર પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે તેઓ 6 એપ્રિલે ફરી ગુજરાત આવવાના છે. આ મુલાકાત વખતે તેઓ સાળંગપુર મંદિર જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાથે જ સાળંગપુરમાં કાર્યકરો સાથે બેઠક કરે તેવી પણ સંભાવના છે. 

54 ફૂટની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ થશે
સાળંગપુરને હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. વિગતો મુજબ આવતીકાલે એટલે કે 5 એપ્રિલ અમિત શાહ 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરશે. અનાવરણની સાથો સાથ ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિ નો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 

6 એપ્રિલે ભાજપનાં સ્થાપના દિવસે અમિત શાહ ગુજરાતમાં 
મહત્વનું છે કે, ભાજપના 43માં સ્થાપના દિવસે અમદાવાદમાં પણ 6 એપ્રિલે યોજાનારા  કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. અમદાવાદમાં તેઓ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરવાના છે. નોંધનિય છે કે, ગુજરાત ભાજપ દ્વારા 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સેવા સપ્તાહ ઉજવાવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ