બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Amit Shah addressed a public meeting in Sirsa Haryana

પ્રહાર / 'મનમોહન સરકારમાં સૈનિકોના માથા કાપીને લઈ જતા હતા આતંકીઓ, અમારી સરકારે'... અમિત શાહનું મોટું નિવેદન

Kishor

Last Updated: 11:31 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના સીરસામાં જનસભામાં અમિત શાહે સંબોધન કરતી વેળાએ કહ્યું હતું કે ઉરી હુમલો અને પુલવામાં હુમલાના આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘૂસીને ફૂંકી મારવાનું કામ આ સરકારે  કર્યું છે.

  • હરિયાણાના સીરસામાં જનસભામાં અમિત શાહનું સંબોધન
  • આંતકવાદ મુદ્દાને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર પ્રહારો
  • આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘૂસીને ફૂંકી મારવાનું કામ મોદી સરકારે કર્યું 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આંતકવાદ મુદ્દાને લઈને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર રીતસરના વરસ્યા હતા. તેમણે આજે 18 જૂન રવિવારે એક સભા સંબોધતા કહ્યું હતું કે નવ વર્ષ પહેલાના ભારતને યાદ કરો. જ્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ ભારતમાં ઘૂસીને આપણા સૈનિકોના માથા કાપી જતા હતા. છતાં પણ મનમોહન સિંહ અને સોનિયા ગાંધીની સરકારને તેની કોઈ પ્રવાહ ન હતી. ત્યારબાદ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીજી આરૂઢ થયા તેમણે ઉરી હુમલો અને પુલવામાં હુમલાના આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘૂસીને ફૂંકી મારવાનું કામ આ સરકારે  કર્યું છે.

અગાઉની સરકારમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો
મહત્વનું છે કે કેન્દ્રમાં મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થતા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રવિવારે હરિયાણાના સીરસામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભા સંબોધતી વેળાએ અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. પરંતુ છેલ્લા નવ વર્ષમાં વિપક્ષ દ્વારા મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોગ લગાવ્યો નથી. 

ભૂપેન્દ્ર હુડ્ડા પર નિશાન સાધ્યું 

હરિયાણાના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર હુડ્ડાને આડેહાથ લેતા ગૃહ મંત્રીએ કહ્યું હતું કે હુડ્ડા સાહેબ તમેં ખેડૂતો માટે કશું કર્યું નથી. તમારી સરકાર વર્ષો સુધી સત્તામાં રહી છે. છતાં તમે ક્યારેય 6000 રૂપિયા સીધા ખેડૂતને મોકલ્યા નથી. વધુમાં આ મોદીજીના 9 વર્ષ છે, ભારતના ગૌરવના 9 વર્ષ છે, ગરીબ કલ્યાણના 9 વર્ષ છે, ભારતની પ્રગતિના 9 વર્ષ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ