બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amit Chavda became Leader of Opposition in Gujarat Legislative Assembly.

BIG BREAKING / અમિત ચાવડા બન્યા ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા, ઉપનેતા તરીકે કોના નામ પર વાગી મહોર

Malay

Last Updated: 10:58 AM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી, ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા.

  • ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાઈ સૌથી મોટી જાહેરાત 
  • કોંગ્રેસના અમિત ચાવડાના શિરે વિપક્ષ નેતાનો તાજ
  • ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા

તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા છે, તેમની સરકારના મંત્રીઓએ પણ કાર્યભાર સંભાળી લીધો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે. 

કોંગ્રેસે જાહેર કર્યું વિપક્ષ નેતાનું નામ
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા છે. શૈલેષ પરમાર દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે. 

શૈલેષ પરમાર (નવનિયુક્ત ઉપનેતા)

આંકલાવ બેઠક પરથી બાજી મારી ગયા હતા અમિત ચાવડા
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી આણંદ જિલ્લાની આંકલાવ બેઠક પર અમિત ચાવડાની ફરી જીત થઈ હતી. આ બેઠક પર કોંગ્રેસે ફરી અમિત ચાવડાને રિપીટ કર્યા હતા અને લોકોએ ફરી ફરી કોંગ્રેસના આ ઉમેદવારને જ પસંદ કર્યા.

કોંગ્રેસનો ગઢ કહેવાય છે આંકલાવ બેઠક
ગુજરાત કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠક પર દરેકની નજર હતી. વાસ્તવમાં આંકલાવ વિધાનસભા બેઠકની રચના વર્ષ 2012માં નવા સીમાંકન બાદ કરવામાં આવી હતી.  આ બેઠક પર વર્ષ 2012થી જ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે એટલે આ બેઠકને કોંગ્રેસનો ગઢ કહી શકાય છે. 

અમિત ચાવડાએ કહ્યું- 'ભારત બંધનું એલાન ખેડૂત સંગઠનોએ આપ્યું છે, કોંગ્રેસ  માત્ર સમર્થન કરે છે, CM રૂપાણીએ તો...' | Gujarat congress amit chavda press  conference on farmers ...
અમિત ચાવડા (નવનિયુક્ત વિપક્ષ નેતા)

2012, 2027 અને 2022માં જીત્યા અમિત ચાવડા
આંકલાવ બેઠકના અસ્તિત્વ બાદથી કોંગ્રેસના અમિત ચાવડા ચૂંટાતા આવ્યા છે. 2017માં તેઓ 34 હજાર મતોની સરસાઈથી જીત્યા હતા. તો વર્ષ 2012માં કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપના ઉમેદવાર અમરસિંહ સોલંકીને 20 હજારથી વધુ મતોના તફાવતથી હરાવ્યા હતા. જ્યારે આ વખતે 2022માં તેમણે ભાજપના ગુલાબસિંહ પઢીયાર અને આમ આદમી પાર્ટીના ગજેન્દ્રસિંહને હરાવ્યા હતા. 

Amit Chavda won again on Anklav seat of Anand district, which is considered the stronghold of Congress

કોણ છે અમિત ચાવડા?
- અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે   
- આંકલાવના વર્તમાન ધારાસભ્ય છે
- તેઓ બોરસદ બેઠક પર પણ ધારાસભ્ય રહ્યા છે
- શ્રેષ્ઠ યુવા ધારાસભ્યનો એવોર્ડ પ્રાપ્ત થયો છે 
- આણંદ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ
- વિધાનસભામાં અનેક કમિટિઓના સભ્ય રહ્યા
- આંકલાવ APMCના પૂર્વ ચેરમેન
- ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેન્ક અમદવાદના પૂર્વ ડાયરેક્ટ
- KDCC બેન્ક નડિયાદમાં પૂર્વ ડાયરેક્ટર
- આણંદ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ સંઘના પૂર્વ ડાયરેક્ટર  


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ