બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Amid war with Hamas, Israeli PM Netanyahu warns Hezbollah 'will turn Beirut into Gaza'

ધમકી / '...નહીં તો બેરૂતને ગાઝા બનાવી દઇશું', હમાસ સાથેની જંગ વચ્ચે હિઝબુલ્લાહને ઇઝરાયલની ખુલ્લી ચેતવણી

Megha

Last Updated: 03:36 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે નેતન્યાહુ લેબનાનની સહરદ પાસે આવેલ IDFના નોર્ધન કમાન્ડના હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને સૈનિકો સાથે વાત કરતાં સમયે એમને હિઝબુલ્લાહને ધમકી આપી હતી

  • ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હિજબુલ્લાહને ધમકી આપી 
  • તો ઇઝરાયલ..બેરૂત અને સાઉથ લેબનાનમાં મોટાં પ્રમાણમાં વિનાશ સર્જશે
  • હિજબુલ્લાહના એન્ટિ-ટેન્ક મિસાઇલ હુમલામાં 2 ઇઝરાયલી સૈનિકો ઘાયલ થયા

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ધમકી આપી છે કે જો હિજબુલ્લાહે હમસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયલ સામે બીજો મોરચો ખોલ્યો તો બેરૂત અને સાઉથ લેબનાનમાં મોટાં પ્રમાણમાં વિનાશ સર્જશે. નેતન્યાહુએ કહ્યું કે, ' જો હિજબુલ્લાહ યુદ્ધનો નિર્ણય કરે છે તો તે જાણી જોઇને પોતાના હાથે બેરૂત અને દક્ષિણ લેબનોનને ગાઝા અને ખાન યુનિસમાં ફેરવી દેશે, જે બહુ દૂર નથી." 

નેતન્યાહુએ સૈનિકો સાથે વાત કરતાં સમયે આપી હિજબુલ્લાહને ધમકી 
એક રિપોર્ટ અનુસાર ગુરુવારે નેતન્યાહુ લેબનાનની સહરદ પાસે આવેલ ઈજરાયેલી રક્ષા દળો (IDF)ના નોર્ધન કમાન્ડના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ દરમિયાન સૈનિકો સાથે વાત કરતી વખતે તેણે હિઝબુલ્લાહને ધમકી આપી હતી અને સાથે જ લેબનીઝ સરહદે હિઝબુલ્લાહના ગોળીબારને યોગ્ય જવાબ આપવા માટે IDFની પ્રશંસા કરી. ધમકીમાં તેને હમાસના હુમલાના જવાબમાં ઉત્તર ગાઝામાં ઇઝરાયેલી દળો દ્વારા થયેલા વ્યાપક વિનાશનો ઉલ્લેખ કર્યો હતો. 

હિજબુલ્લાહના હુમલામાં 2 ઈઝરાયલ સૈનિકો ઘાયલ થયા 
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુની ધમકી એવા સમયે સામે આવી છે જ્યારે લેબનાનની સહરદ પર હિજબુલ્લાહના એન્ટિ-ટેન્ક મિસાઇલ હુમલામાં 2 ઇઝરાયલી સૈનિકો ઘાયલ થયા છે. જવાબી કાર્યવાહીમાં IDFએ હિજબુલ્લાહના અનેક ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો અને તેની ઘણી જગ્યાઓને નષ્ટ કરી દીધી. IDFએ આનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. જણાવી દઈએ કે તાજેતરના દિવસોમાં લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે હમાસ ના સમર્થનમાં ઈઝરાયલ પર ગોળીબાર તેજ કર્યો છે.

નોંધનીય છે કે હિઝબુલ્લાહ લેબનોનમાં કટ્ટરપંથી આતંકવાદી જૂથ છે. આ જૂથ ત્યારે અસ્તિત્વમાં આવ્યું જ્યારે ઇઝરાયલે 1982માં દક્ષિણ લેબનોન પર આક્રમણ કર્યું. જો કે, જૂથ સત્તાવાર રીતે 1985 માં સ્થાપિત થયું હતું. આ જૂથ સમયાંતરે ઇઝરાયલ પર હુમલા કરતું રહે છે અને તે હમાસ કરતાં વધુ ખતરનાક અને મજબૂત છે. 2006માં હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે લગભગ એક મહિના સુધી યુદ્ધ થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ