બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / વિશ્વ / Amid the controversy, the difficulty of Indian companies may increase in Canada

સંકટના એંધાણ! / Canada-India Tension: વિવાદ વચ્ચે કેનેડામાં વધી શકે છે ભારતીય કંપનીઓની મુશ્કેલી, રૂપિયા 40 હજાર કરોડ દાવ પર

Priyakant

Last Updated: 10:08 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada–India relations News: મોટા વેપારી ભાગીદારી ધરાવતા દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે ચાલી રહેલ વિવાદ કેનેડામાં કાર્યરત ભારતીય કંપનીઓ માટે સમસ્યા ઊભી કરી શકે છે

  • કેનેડા-ભારત વચ્ચે વધી રહેલા તણાવને કારણે વેપાર જગતમાં ચિંતા વધી 
  • વિવાદ કેનેડામાં કાર્યરત ભારતીય કંપનીઓ માટે સમસ્યા ઊભી કરી શકે
  • ભારતીય કંપનીઓ દ્વારા કરવામાં આવેલા જંગી રોકાણ પર અસર જોવા મળી શકે

Canada–India relations : કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવને કારણે વેપાર જગતમાં ચિંતા વધી છે. વાત જાણે એમ છે કે, મોટા વેપારી ભાગીદારી ધરાવતા દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે ચાલી રહેલ વિવાદ કેનેડામાં કાર્યરત ભારતીય કંપનીઓ માટે સમસ્યા ઊભી કરી શકે છે અને ત્યાં તેમના દ્વારા કરવામાં આવેલા જંગી રોકાણ પર તેની અસર જોવા મળી શકે છે. જો આવું થશે તો તે માત્ર ભારતીય કંપનીઓ માટે જ નહીં પરંતુ કેનેડાની અર્થવ્યવસ્થા માટે પણ ચિંતાનો વિષય હશે, કારણ કે આ કંપનીઓમાં હજારો લોકો કામ કરે છે. 

કેનેડા માટે ભારતીય કંપનીઓનું શું મહત્વ છે અને ત્યાં આ કંપનીઓનું રોકાણ કેટલું મોટું છે તે અંગે CIIએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આંકડાઓ સાથે આ માહિતી આ વર્ષે મે 2023માં બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં શેર કરવામાં આવી હતી. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા 'ફ્રોમ ઈન્ડિયા ટુ કેનેડાઃ ઈકોનોમિક ઈમ્પેક્ટ એન્ડ એન્ગેજમેન્ટ' નામનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ એવા સમયે બહાર પાડવામાં આવ્યો હતો જ્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ટોરોન્ટોની મુલાકાતે હતા. 

કેનેડાની અર્થવ્યવસ્થા માટે ભારત મહત્વપૂર્ણ 
આ CII રિપોર્ટમાં આંકડાઓ સાથે એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે, ભારત માત્ર શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને ગલ્ફ દેશો માટે જ નહીં પરંતુ કેનેડા જેવા દેશો માટે પણ કેટલું મહત્વપૂર્ણ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડાની અર્થવ્યવસ્થા અને કેનેડામાં ભારતીય રોકાણમાં ભારતીય પ્રતિભાઓનું યોગદાન વધ્યું છે. આ સાથે તેમણે કેનેડામાં ભારતીય ઉદ્યોગની વધતી જતી હાજરી અને FDI અને રોજગાર પેદા કરવામાં ત્યાં હાજર ભારતીય કંપનીઓના મહત્વને પણ પ્રકાશિત કર્યું. 

30 ભારતીય કંપનીઓએ લગાવ્યો મોટો દાવ!
'ફ્રોમ ઈન્ડિયા ટુ કેનેડાઃ ઈકોનોમિક ઈમ્પેક્ટ એન્ડ એન્ગેજમેન્ટ' રિપોર્ટ જોઈએ તો એનો અંદાજ લગાવી શકાય છે કે, ચાલી રહેલા તણાવની બિઝનેસ સેક્ટર પર શું અસર પડશે. રિપોર્ટ અનુસાર 30 ભારતીય કંપનીઓ કેનેડામાં હાજરી ધરાવે છે અને તેમના દ્વારા દેશમાં કરાયેલું રોકાણ 40,446 કરોડ રૂપિયાનું છે. એટલું જ નહીં બંને દેશો વચ્ચેના આ તાજેતરના તણાવ પહેલા વેપાર સંબંધો વિશે એક સર્વેક્ષણ અહેવાલ દર્શાવે છે કે, ત્યાં હાજર આમાંથી 85 ટકા ભારતીય કંપનીઓએ ભવિષ્યમાં નવીનતા માટે ભંડોળ વધારવાની આશા વ્યક્ત કરી છે. 

ભારતીય કંપનીઓ 17,000 થી વધુ લોકોને આપી રહી છે રોજગાર 
કેનેડામાં બિઝનેસ કરતી ભારતીય કંપનીઓ દ્વારા 17,000 થી વધુ લોકોને રોજગારી મળી છે. આ કંપનીઓ દ્વારા આર એન્ડ ડી ખર્ચ પણ 700 મિલિયન કેનેડિયન ડોલર હોવાનું કહેવાય છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેનેડામાં ભારતીય બિઝનેસ વધી રહ્યો છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થા માટે વધુ સારું છે. હવે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે ત્યાં કારોબાર કરતી કંપનીઓના કારોબારની શક્યતાઓ પણ વધી ગઈ છે. 

બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ
ભારત અને કેનેડા વચ્ચે વેપારમાં સરળતા અને સારા સંબંધોને કારણે ભારતે ત્યાં જંગી રોકાણ કર્યું છે. કેનેડિયન પેન્શન ફંડ્સે પણ ભારતમાં $55 બિલિયનનું રોકાણ કર્યું છે. ભારતીય આઈટી કંપનીઓનો કેનેડામાં મોટો બિઝનેસ છે. આ સિવાય ભારતીય કંપનીઓ સોફ્ટવેર, નેચરલ રિસોર્સિસ અને બેન્કિંગ સેક્ટરમાં સક્રિય છે. જેમાં વિપ્રો અને ઈન્ફોસિસ જેવા મોટા નામ સામેલ છે. 

નોંધનીય છે કે, ગયા વર્ષ–2022માં ભારત કેનેડાનું 10મું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હતું. નાણાકીય વર્ષ 2022-23માં ભારતે કેનેડામાં $4.10 બિલિયનના માલની નિકાસ કરી હતી. જ્યારે કેનેડાએ 2022-23માં ભારતમાં $4.05 બિલિયનના માલની નિકાસ કરી હતી. વર્ષ 2021-22માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર સાત અબજ ડોલરનો હતો જે વર્ષ 2022-23માં વધીને 8.16 અબજ ડોલર થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ