બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / American President Joe Biden will visit Israel tomorrow, an important discussion will be held on the war against Hamas

Israel Hamas War / આવતીકાલે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન જશે ઇઝરાયલ પ્રવાસે, હમાસ વિરૂદ્ધ જંગ પર કરાશે મહત્વની ચર્ચા

Priyakant

Last Updated: 08:57 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Latest News: US સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની એકતા મુલાકાત હમાસ સાથે ચાલી રહેલી લડાઈ વચ્ચે થશે

  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે
  • ઈઝરાયેલમાં હમાસ વિરૂદ્ધ જંગ પર કરાશે મહત્વની ચર્ચા
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીન પહોંચી ગયા

Israel Hamas War : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે. મંગળવારે આ માહિતી આપતાં US સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, તેમની એકતા મુલાકાત હમાસ સાથે ચાલી રહેલી લડાઈ વચ્ચે થશે. જેમાં તેઓ જોર્ડન અને ઇજિપ્તની પણ મુલાકાત લેશે અને ત્યાંના રાષ્ટ્રાધ્યક્ષોને મળશે. આ સાથે તેમણે કહ્યું કે, ઈઝરાયેલ અને વોશિંગ્ટન ગાઝાને મદદ માટે એક યોજના વિકસાવવા માટે સહમત થયા છે. આ તરફ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીન પહોંચી ગયા છે. 

7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ટોચના અમેરિકી રાજદ્વારીની બીજી મુલાકાતમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે બ્લિંકન સંરક્ષણ મંત્રાલયમાં લગભગ આઠ કલાક સુધી મળ્યા હતા. બ્લિંકને મંગળવારે વહેલી સવારે તેલ અવીવમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બિડેન ઇઝરાયેલ સાથે અમેરિકાની એકતા અને તેની સુરક્ષા માટે અમારી મજબૂત પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરશે.  બ્લિંકને કહ્યું, ઈઝરાયેલને હમાસ અને અન્ય આતંકવાદીઓથી તેના લોકોને બચાવવા અને ભવિષ્યના હુમલાઓને રોકવાનો અધિકાર અને ખરેખર ફરજ છે. તેમણે કહ્યું કે, બિડેન ઈઝરાયેલ પાસેથી જાણશે કે તેમને તેના લોકોની સુરક્ષા માટે શું જોઈએ છે, કારણ કે અમે તે જરૂરિયાતોને પહોંચી વળવા કોંગ્રેસ (યુએસ સંસદ) સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.

આ સાથે બ્લિંકને કહ્યું કે, અમેરિકાએ ઇઝરાયેલ પાસેથી ગાઝા પટ્ટીમાં વિદેશી સહાય પહોંચાડવા માટે કામ કરવાની ખાતરી પણ મેળવી છે. બ્લિંકને જણાવ્યું હતું કે. બિડેન ઇઝરાયેલ પાસેથી આશા રાખે છે કે તે કેવી રીતે નાગરિક જાનહાનિને ઘટાડે છે અને ગાઝામાં નાગરિકોને માનવતાવાદી સહાય કઈ રીતે પહોંચાડે છે કે જેનાથી હમાસને કોઈ ફાયદો થવો જોઈએ નહીં. બ્લિંકને કહ્યું, અમારી વિનંતી પર યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ એક એવી યોજના વિકસાવવા માટે સંમત થયા છે જે દાતા દેશો અને બહુપક્ષીય સંસ્થાઓની માનવતાવાદી સહાયને ગાઝામાં નાગરિકો સુધી પહોંચાડવા સક્ષમ બનાવશે. તેમણે કહ્યું કે, બંને પક્ષો નાગરિકોને નુકસાનથી દૂર રાખવામાં મદદ કરવા માટે વિસ્તાર બનાવવાની શક્યતા પર ચર્ચા કરી રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીન પહોંચી ગયા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના લોહિયાળ યુદ્ધમાં દરરોજ સેંકડો લોકો મરી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસના ઝડપી હુમલા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીન પહોંચી ગયા છે. પુતિનની આ મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની ઈઝરાયેલ મુલાકાતના એક દિવસ પહેલા થઈ છે. પુતિન અમેરિકાને ચીનમાં ઘેરવાની રણનીતિ બનાવશે. જો બાયડન આવતીકાલે ઈઝરાયેલ પહોંચશે અને ત્યાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળશે.

પુતિન અમેરિકાને ઘેરવાની રણનીતિ બનાવશે
તમને જણાવી દઈએ કે પુતિન 17 અને 18 ઓક્ટોબરે બે દિવસ ચીનમાં રહેશે અને અમેરિકાને ઘેરવાની રણનીતિ તૈયાર કરશે. મોટી વાત એ છે કે યુક્રેન પર હુમલા બાદ પુતિન કોઈ મોટા વૈશ્વિક પાવર કન્ટ્રીની પ્રથમ મુલાકાતે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન અને જિનપિંગ ઈઝરાયેલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ઈઝરાયેલ અને અમેરિકા પર દબાણ લાવવા માટે રશિયા અને ચીન સંયુક્ત નિવેદન પણ જારી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ