બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / વડોદરા / AMC's action plan rise Corona these arrangements immediately

તંત્ર સાબદુ / કોરોનાને ઉગતો ડામવા AMCનો એક્શન પ્લાન, તાબડતોબ ઊભી કરી આ વ્યવસ્થાઓ, જુઓ ક્યાં કેવી તૈયારીઓ

Kishor

Last Updated: 09:07 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના હાઉને લઈને રાજ્યમાં જુદા જુદા શહેરોમાં તંત્ર સાબદુ બન્યું છે અને કોરોનાની અગમચેતીના ભાગરૂપે હાલ હોસ્પિટલમાં બેડ વધારવા સહિતની તૈયારી હાથ ધરવામાં આવી છે.

  • કોરોનાને પગલે રાજ્યની હોસ્પિટલમાં બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ
  • અમદાવાદ Svp ખાતે બેડ તૈયાર કરવામાં આવ્યા
  • જી જી હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા 

એકબાજુ ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં પણ કોરોનાનાં કેસોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે કોરોનાને વકરતો અટકાવવા તંત્ર દ્વારા એડવાઇઝરી આપવામાં આવી રહી છે ઉપરાંત મોટા ભાગના શહેરોની હોસ્પિટલમાં બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે.

Amc દ્વારા ટેસ્ટિંગ સુવિધાઓ ઊભી કરાઇ

શહેરમાં કોરોનાને લઈ Amcએ તૈયારી હાથ ધરી છે. અમદાવાદમાં હેલ્થ વિભાગ દ્વારા એલર્ટ મોડમાં આવી એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જ્યારે Amc હેલ્થ અધિકારી ડૉ.ભાવિન  સોલંકીએ જણાવ્યું કે  બે થી ત્રણ માસમાં સિંગલ ડિજિટમાં કેસ આવે છે. પરંતુ કોરોનાના હાઉને લઈ Amc દ્વારા ટેસ્ટિંગ સુવિધાઓ ઊભી કરાઇ છે. દરેક અર્બન સેન્ટરમાં ટેસ્ટિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે. વધુમાં Svp ખાતે બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ડૉ.ભાવિન સોલંકીએ લોકોને માસ્ક પહેરવા અપીલ છે. ઉપરાંત વેક્સિન પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોવાનો ડૉ.ભાવિન સોલંકીએ દાવો કર્યો હતો.

અમદાવાદમાં 82 સેન્ટર પર વેક્સિનેશન ચાલુ

બીજી બાજુ કોરોનાને લઈ લોકો વેક્સિન લેવા ઉમટ્યા છે. બૂસ્ટોર ડોઝ લેવા લોકોની લાઈનો લાગી છે.અને અમદાવાદમાં 82 સેન્ટર પર વેક્સિનેશન ચાલુ છે. એટલું જ નહીં કોરોનાએ માથુ ઉચકતા AMCના કાર્યક્રમો મુદ્દે વિપક્ષએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને કાંકરિયા કાર્નિવલ, ફલાવર શોના આયોજન
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા AMC વિચારીને નિર્ણય કરે તેવું શહેજાદખાન પઠાણએ કહ્યું છે અને નાગરિકોના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું છે.

ભાવનગર સિવિલના સર્જન જયેશ બ્રહ્મભટ્ટે ઓક્સિજન પ્લાન્ટની લીધી મુલાકાત

વધુમાકોરોના અંગે સરકારની ગાઈડલાઈનને લઇ ભાવનગર સિવિલના સર્જન જયેશ બ્રહ્મભટ્ટ,કમિશનર વી.એન.ઉપાધ્યાયે ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જેમાં ભાવનગરમા હવે દરરોજ 500થી 1 હજાર ટેસ્ટિંગ કરાશે તેવું વી.એન.ઉપાધ્યાયએ કહ્યું હતું.

વડોદરા SSG અને ગોત્રી હોસ્પિટલ માં 50 બેડ તૈયાર રાખવા માં આવ્યા

વડોદરા SSG અને ગોત્રી હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. તેમજ બંને હોસ્પિટલમાં સ્થાપેલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે. હાલ SSG  હોસ્પિટલમાં ઓકસીજનના 5 પ્લાન્ટ તૈયાર છે. સુરત શહેરમાં 50 લાખમાંથી 8 લાખ લોકોએ જ બુસ્ટરડોઝ લીધો છે. જેને લઈને નાગરિકોને પણ નવા વેરીયન્ટ સામે તકેદારી રાખવા અપીલ કરાઇ છે. બીજી બાજુ પાલીકાના હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરાઈ છે.

જી જી હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરાઈ

ઓમિક્રોન BF 7 ની ગુજરાતમાં એન્ટ્રીથી જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ છે. આ સાથે જિલ્લામાં બેડ સહિત બે ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરાઇ છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલમાં વધારો કરાયો છે. આ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી જી જી હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને હોસ્પિટલમાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ હાલ જામનગર જિલ્લામાં એક કોરોનાનો કેસ નોંધાયો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ