બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ambika crackers owner Ashish Khajanchi likely to be re-examined

તપાસ શરૂ / અંબિકા ફટાકડા પર IT રેડનો કેસ: આટલા રૂપિયાથી વધુના ફટાકડા ખરીદનારાઓની થશે પૂછપરછ

Vishal Khamar

Last Updated: 11:02 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી દરમ્યાન અંબિકા ફટાકડાની 3 બ્રાંચ પર IT એ રેડ કરી પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં મોટાભાગની ખરીદી રોકડમાં થયાનું સામે આવ્યું હતું. IT દ્વારા CCTV ના ફૂટેડ પણ કબ્જે કર્યા છે. હવે સીસીટીવીનાં આધારે મોટા પ્રમાણમાં ફટાકડા ખરીદનાર લોકોની પૂછપરછ થઈ શકે છે.

  • દિવાળી દરમિયાન અંબિકા ફટાકડા પર ITના દરોડાનો કેસ 
  • દિવાળીમાં 1 લાખથી વધુના ફટાકડા ખરીદનાર સામે થશે તપાસ 
  • અંબિકા ફટાકડાના માલિક આશિષ ખજાનચીની ફરી પૂછતાછની સંભાવના

 દિવાળી દરમ્યાન ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા અંબિકા ફટાકડા પર દરોડો પાડ્યો હતો. ત્યારે દિવાળીમાં 1 લાખથી વધુનાં ફટાકડા ખરીદનારા લોકો સામે આગામી સમયમાં તપાસ શરૂ થઈ શકે છે. જેમાં સરકારી અધિકારી, પોલીસ કર્મચારી, ઉદ્યોગપતિઓની પૂછતાછ થઈ શકે છે. IT  ડિપાર્ટમેન્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે.  સીસીટીવી ફૂટેજમાં મોટા પ્રમાણમાં ફટાકડા ખરીદનારની પૂછપરછ થઈ શકે છે. 

ખજાનચીની ફરી પૂછતાછ થવાની સંભાવના 
ભાઈબીજનાં દિવસે અમદાવાદમાં આવેલી અંબિકા ફટાકડાની 3 બ્રાંચમાં દરોડા પડ્યા હતા. જે બાદ આઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં મોટા ભાગની ખરીદી રોકડમાં થયાનું સામે આવ્યું હતું. જે બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આગામી સમયમાં અંબિકા ફટાકડાના માલિક આશિષ ખજાનચીની ફરી પૂછતાછ થવાની સંભાવના છે. 

કરોડો રૂપિયાનો બિનહિસાબી સ્ટોક મળ્યો 
દિવાળી બાદ હવે આયકર વિભાગે એક્શનમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં અંબિકા ક્રેકર્સને ત્યાં IT દરોડા પડ્યા છે. વિગતો મુજબ દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. વધુ રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ તો સામે કરોડો રૂપિયાનો બિનહિસાબી સ્ટોક મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ હોલસેલરો પાસેથી ફટાકડાનું પેમેન્ટ એડવાન્સમાં લેવાતુ હતું. આ સાથે IT રિટર્નમાં સાચી આવક બતાવવામાં આવતી ન હોવાનું પણ ખૂલ્યું છે. 

રાજ્યનાં સૌથી મોટા ફટાકડાનાં વેપારી પર પડ્યા હતા દરોડા
રાજ્યના સૌથી મોટા ફટાકડાના વેપારી અંબિકા ફટાકડા પર ITના દરોડા પડ્યા હતા. વિગતો મુજબ અત્યાર સુધીની કાર્યવાહીમાં 7 કરોડ રોકડા અને કરોડોના દાગીના મળી આવ્યા છે. આ તરફ હવે ITની ટીમને અમદાવાદ અને ગુજરાતના અન્ય વેપારીઓ સાથે અંબિકા ફટાકડાના માલિકે કરેલા વ્યવહારોની વિગતો પણ મળી છે.  

વધુ વાંચોઃ PM મોદીના વતનમાંથી 2800 વર્ષ જૂની એવી ચીજવસ્તુઓ હાથ લાગી કે જાણીને ચોંકી જશો, જુઓ Video

દિવાળી બાદ મોટી કાર્યવાહી 
મહત્વનું છે કે, દિવાળી બાદ નવા વર્ષની શરૂઆતમાં જ IT વિભાગના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. અમદાવાદમાં ફટાકડાના મોટા વેપારી અંબિકા ફટાકડાની મોટી દુકાનો અને ગોડાઉન તથા તેના સંચાલકોના ઘરે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ ઘણા બેંક લોકર અને એકાઉન્ટ પણ સીઝ કરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ