ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ambarish Der now made the official announcement after meeting with C R Patil of BJP
Last Updated: 03:42 PM, 4 March 2024
ADVERTISEMENT
કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે કરેલી મુલાકાત બાદ કોંગ્રેસ દ્વારા તેઓને તમામ પદો પરથી સસ્પેન્ડ કર્યા છે. સી.આર.પાટીલ સાથે મુલાકાત બાદ ફોટો વાયરલ થયા બાદ કોંગ્રેસ દ્વારા નિર્ણય કરાયો છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી હતી. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ અંબરીશ ડેર ભાજપમાં જોડાય તે પહેલા જ કોંગ્રેસે તેઓને સસ્પેન્ડ કરી દેતા કોંગ્રેસ પક્ષમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.
ADVERTISEMENT

ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ અંબરીશ ડેર વચ્ચે મુલાતાક થઈ
કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે હવે ગમે તે સમયે કોંગ્રેસના અંબરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે. અંબરીશ ડેર ક્યારે ભાજપમાં જોડાશે તે બાબતને લઈ હજુ અસમંજસ સ્થિતિ છે. ભૂતકાળમાં અંબરીશ ડેરે ભાજપનાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. તેમજ લોકસભા સમયે એક બાદ એક સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં તેમનાં ટેકેદારો સાથે જોડાશે.
ADVERTISEMENT
અંબરીશ ડેર માટે વિધાનસભાની બેઠક ખાલી થશે
લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં અનેક મોટા ફેરબદલ થતા હોય છે. સૌરાષ્ટ્રનાં રાજકારણમાં મોટો ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં કોંગ્રેસને નેતા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. તેમજ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ત્યારે અંબરીશ ડેરને ભાજપ દ્વારા રાજુલા વિધાનસભા બેઠક પર લડાવવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. તો બીજી તરફ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ દ્વારા લોકોસભાની ટીકીટ આપવા ભાજપ મોવડી મંડળ તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર ટૂંક સમયમાં અંબરીશ ડેર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.
વધુ વાંચોઃ હીરા સોલંકીને લોકસભા અને રાજુલાની પેટાચૂંટણીમાં અંબરીશ ડેરને ઉતારવાની તૈયારી: ભાજપે બનાવી સ્ટ્રેટેજી
ADVERTISEMENT
ભાવનગર બેઠક પર કોળી સમાજનો ચહેરો ઉતારશે ભાજપ
ભાજપ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક પર ઉતારવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળનું નામ કપાઈ શકે છે. હવે મહત્વની બાબતએ છે કે કોંગ્રેસ અને આપ દ્વારા ભાવનગર અને ભરૂચ બેઠક પર ગઠબંધન ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે વિપક્ષની રણનીતિનો જવાબ આપવા ભાજપ ભાવનગરમાં કોળી સમાજનો ચહેરો ઉતારી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT