બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel's forecast on severe storm: The impact will be seen in Saurashtra and other districts

Cyclone Tej / તેજ વાવાઝોડા પર અંબાલાલ પટેલની આગાહી : સૌરાષ્ટ્ર તથા આટલા જિલ્લાઓમાં જોવા મળશે અસર, આ તારીખે શરૂ થશે શિયાળો

Malay

Last Updated: 02:02 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવઝોડા 'તેજ'ને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, અરબ દેશોમાં ચક્રવાતી તોફાન તબાહી મચાવશે, 24 અને 25 ઓક્ટોબરે રાજ્યમાં ઝરમર વરસાદની સંભાવના છે.

  • અરબી સમુદ્રમાં સર્જાયું વાવાઝોડુ 'તેજ'
  • હવામાન નિષ્ણાત અંબલાલ પટેલની આગાહી
  • 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશેઃ અંબાલાલ

Cyclone Tej: હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ હવે સર્જાઈ રહેલા વાવાઝોડાનું નામ 'તેજ' અપાયું છે. ગુજરાત હવામાન વિભાગે વાવાઝોડાના સંદર્ભમાં ખાસ કોઈ ચેતવણી બહાર પાડી નથી, પરંતુ કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તેવી આગાહી કરી છે. આ ચોંકાવનારી આગાહીના પગલે બિપરજોય બાદ ફરી નવું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકે તેવી સંભાવના ઊભી થઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવઝોડા 'તેજ'ને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ  કયા વિસ્તારો માટે ઍલર્ટ | A cyclone will arise in the Arabian Sea! Ambalal  Patel predicted ...

ઓમાન અને યમન વચ્ચે ટકરાશે વાવાઝોડું
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશે. 24 ઓક્ટોબરે ઓમાન-યમન વચ્ચે 'તેજ' વાવાઝોડું ટકરાશે. તેઓએ કહ્યું છે કે, અરબ દેશમાં 'તેજ' વાવાઝોડું તબાહી મચાવશે. આ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

મંગળવાર અને બુધવારે ઝરમર વરસાદની સંભાવના 
તેમણે જણાવ્યું કે, 24 અને 25 ઓક્ટોબરે રાજ્યમાં ઝરમર વરસાદની સંભાવના છે. 28 ઓક્ટોબરના દિવસે શરદ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે. 28 અને 29 ઓક્ટોબરે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. હાલ ચાલતી શરદ ઋતુ 24 ઓક્ટોબરે પૂર્ણ થશે. 24 ઓક્ટોબર બાદ સ્વાતિ નક્ષત્ર બેસતા હેમંત ઋતુનો પ્રારંભ થશે.  હેમંત ઋતુના આરંભથી શિયાળાની શરૂઆત થશે.

'બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે'
ગઈકાલે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે. 

પશ્ચિમ ભારતનું હવામાન પલટાશેઃ અંબાલાલ પટેલ
તેઓએ જણાવ્યું હતું કે, પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી ઘટશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ