બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:46 PM, 11 June 2023
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતનું વહીવટી તંત્ર એકશન મોડમાં આવ્યું છે. રાજ્યના દરિયાઈ વિસ્તારમાં ચિંતામાં વધારો થયો છે. કારણ કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની ફરી એક વાર આગાહી સામે આવી છે અને તેમણે જણાવ્યું છે કે, 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે આવ્યું છે.
ADVERTISEMENT
તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વાવાઝોડાની અસર 50 વર્ષમાં સૌથી મોટી છે તેમજ ગાજવીજ અને ધૂળના તોફાનો આવી શકે છે સાથો સાથ કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ થઈ શકે છે
વાવાઝોડાની અસર રાજ્યના પશ્ચિમ કાંઠા વધુ જોવા મળી શકે છે તેમજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે તો વળી 12થી 16 જૂને મધ્ય ગુજરાતમાં અસર થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર સુધી વરસાદ થઈ શકે છે
દ્વારકા અને માંગરોળમાં વર્તાશે સૌથી વધારે અસર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે. આગામી 12થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે.
ADVERTISEMENT
દરિયો તોફાની બનશે અને ભારે કરંટ જોવા મળશેઃ અંબાલાલ
તેમણે જણાવ્યું કે, વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. આગામી 12થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર થશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિયઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 12થી 16 જૂન દરમિયાન ગુજરાતના કેટલાકભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.