બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amazon's delivery boy assaulted Mehsana girl

ફરિયાદ / મહેસાણાની યુવતી પર એમેઝોનના ડિલિવરી બોયનો હુમલો, ઝપાઝપીમાં પિતા પણ ઇજાગ્રસ્ત, કારણ ચોંકાવનારું

Malay

Last Updated: 10:02 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં યુવતીએ એમેઝોનના ડિલિવરી બોય પાસે 40 રૂપિયાની રસીદ માંગતા જ ડિલિવરી બોય ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતી પર હુમલો કર્યો હતો. બચાવવા વચ્ચે પડેલા તેના પિતાને પણ માર માર્યો હતો.

 

  • એમેઝોન ડિલિવરી બોય સામે ફરિયાદ
  • રસીદ માંગતા યુવતીનું ગળુ દબાવ્યું
  • બચાવમાં વચ્ચે પડેલા પિતાને પણ માર્યો માર

મહેસાણામાં એમેઝોનના ડિલિવરી બોયની દાદાગીરી સામે આવી છે. ડિલિવરી બોયે યુવતી અને તેના પિતા પર હુમલો કરતા શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે ડિલિવરી બોયને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. 

40 રૂપિયાની રસીદ માંગતા જ ડિલિવરી બોય ઉશ્કેરાઈ
મહેસાણાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, મહેસાણા શહેરમાં આવેલી કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતી એક યુવતીએ એમેઝોનમાંથી કેટલીક વસ્તુઓ ઓર્ડર કરી હતી. જેની ડિલિવરી કરવા માટે વિજય પરમાર નામનો ડિલિવરી બોય કૃષ્ણ પાર્ક સોસાયટી ખાતે પહોંચ્યો હતા. જે દરમિયાન યુવતીએ ડિલિવરી બોય પાસે 40 રૂપિયાની રસીદ માંગતા જ ડિલિવરી બોય ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતી પર હુમલો કર્યો હતો. 

યુવતીના પિતાના હાથમાં ઈજા
આ ડિલિવરી બોયે યુવતીનું ગળુ દબાવ્યું હતું, તો યુવતીને બચાવવા વચ્ચે પડેલા તેના પિતાને પણ માર માર્યો હતો. ઝપાઝપીમાં યુવતીના પિતાના હાથમાં ઈજા થઈ હતી. જે બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા ડિલિવરી બોય ત્યાંથી નાસી છુટ્યો હતો. આ ઘટના બાદ યુવતી અને તેના પિતા સીધા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ ડિલિવરી બોય વિજય પરમાર સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ