બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / amarnath cave mehbooba muftis party pdp against bros road connectivity amarnath yatra indian army bro ensuring vehicle access to holy cave

ગુડ ન્યૂઝ / ભોલેનાથના ભક્તો માટે શુભ સમાચાર: અમરનાથ ગુફા સુધી જઈ શકશે વાહનો, BROએ બનાવ્યો રસ્તો, PDP કરી રહી છે વિરોધ

Dinesh

Last Updated: 10:39 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amarnath Cave  road: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તા મોહિત ભાને લખ્યું છે કે હિંદુ ધર્મ વિરુદ્ધ આ એક મોટો અપરાધ છે. આ ધર્મમાં આપણે પ્રકૃતિનો જતન કરતા હોઈ છીએ.

  • અમરનાથ યાત્રાને લઈ સારા સમાચાર
  • અમરનાથ ગુફા તરફ જતા પહાડી માર્ગને પહોળો કરાયો
  • પીડીપીએ આ રોડ પહોળો કરવાનો વિરોધ કર્યો


Amarnath Cave  road : અમરનાથ યાત્રાએ જતા યાત્રિકોને મોટી ભેટ ટૂંક સમયમાં જ મળવાની છે. થોડા સમયમાં વાહનો પવિત્ર ગુફા સુધી જઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ગુફા તરફ જતા પહાડી માર્ગને પહોળો કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને સોમવારેના રોજ વાહનોના કાફલાને અમરનાથ ગુફામાં સુધી લઈ ગયા હતાં. આ પહેલીવાર બન્યું છે કે, અમરનાથ ગુફા સુધી વાહનો પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પવિત્ર અમરનાથ ગુફા સુધીના રસ્તાને પહોળો કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.

અમરનાથ યાત્રા રસ્તાનો વિવાદ
અમરનાથ યાત્રા અને BRO માટે બનાવવામાં આવેલ આ રસ્તો પણ વિવાદમાં આવી ગયો છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ આ રોડ પહોળો કરવાનો વિરોધ કર્યો છે અને તેને પ્રકૃતિ વિરુદ્ધ પણ ગણાવ્યો છે. પીડીપીના પ્રવક્તાએ કહ્યું કે હિંદુ ધર્મ અને પ્રકૃતિમાં આસ્થા વિરુદ્ધ આ સૌથી મોટો અપરાધ છે. હિંદુ ધર્મ આધ્યાત્મિક રીતે કુદરત સાથે જોડાયેલો છે.

'હિંદુઓ વિરુદ્ધ સૌથી મોટો અપરાધ'
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ આ બાબતને મોટો પાપ અને હિંદુઓ વિરુદ્ધ સૌથી મોટો અપરાધ ગણાવ્યો છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તા મોહિત ભાને લખ્યું છે કે હિંદુ ધર્મ વિરુદ્ધ આ એક મોટો અપરાધ છે. આ ધર્મમાં આપણે પ્રકૃતિનો જતન કરતા હોઈ છીએ. રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોટના રૂપાંતરિત કરવું એ દુ:ખ જનક છે. આપણે જોશીમઠ, કેદારનાથમાં ભગવાનનો પ્રકોપ જોયો છે અને તેમ છતાં તેઓ તેના પરથી કંઈ પણ શીખ રહ્યાં નથી. 

'માનસિક વિકલાંગ...'
ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કવિન્દર ગુપ્તાએ પીડીપી અને અન્ય પક્ષોની ટીકા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, માત્ર એક માનસિક વિકલાંગ વ્યક્તિ જ બાબા બર્ફાનીના પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લેતા લાખો લોકોને સહાય પૂરી પાડવાના મોદી સરકારના પરોપકારી પગલાની ટીકા કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ