બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / Alt News co-founder Mohammed Zubair arrested in Delhi

ક્રાઈમ / હિંદુ દેવતાનું અપમાન કરવા બદલ ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરની દિલ્હી પોલીસે કરી ધરપકડ

Hiralal

Last Updated: 08:59 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ દેવતાના અપમાન બદલ દિલ્હી પોલીસે ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરની ધરપકડ કરી છે.

  • દિલ્હી પોલીસે  મોહમ્મદ ઝુબૈરની કરી ધરપકડ
  • ધાર્મિક ભાવના ભડકાવવાનો આરોપ
  • કોમી હિંસાનો પણ મૂકાયો આરોપ 
  • હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક પોસ્ટ મૂકી હતી 
  • Alt News ફેક્ટ ચેકિંગ વેબસાઇટ 

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સોમવારે ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરની ધરપકડ કરી છે. મોહમ્મદ ઝુબૈરની દિલ્હી પોલીસના આઈએફએસઓ યુનિટે કલમ 153એ અને 295એ હેઠળ ધરપકડ કરી છે. તેમના પર સોશિયલ મીડિયા (ટ્વિટર) દ્વારા ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લાગ્યો છે.સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર મોહમ્મદ ઝુબૈરની ધરપકડ ત્યારે જ કરવામાં આવી છે જ્યારે એક કેસમાં પૂરતા પુરાવા મળ્યા હતા. દિલ્હી પોલીસે ઓલ્ટ ન્યૂઝના સ્થાપક પ્રતિક સિંહા અને સહ સ્થાપક મોહમ્મદ ઝુબેરને પૂછપરછ માટે બોલાવ્યાં હતા જ્યાં પુરાવા  મળતા ફક્ત મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રતિક સિંહાને છોડી મૂકાયા હતા. 

એક નિશ્ચિત ધાર્મિક સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડી-દિલ્હી પોલીસ 

દિલ્હી પોલીસ દ્વારા જારી એક નિવેદનમાં એવું જણાવાયું હતું કે મોહમ્મદ ઝુબેરે એક ધાર્મિક સમુદાયની સામે તસવીરો અને શબ્દોનો ઉપયોગ કર્યો હતો જે ખૂબ જ ઉશ્કેરણીજનક અને લોકોમાં નફરત ફેલાવવા માટે જાણીજોઈને કરાયો હતો. 

મોહમ્મદ ઝૂબેરે હિંદુ દેવી-દેવતાઓનુ કર્યું હતું અપમાન
મોહમ્મદ ઝુબેરે સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતી પોસ્ટ મૂકી હતી. તેમણે હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હતી. તેમની આ પોસ્ટ વાયરલ થઈ હતી જે પછી લોકોએ તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી. લોકોનો રોષ વધતા ઝુબેરે ફેસબુક પરથી એકાઉન્ટ બંધ કરી દીધું હતું અને ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું. 

શું છે Alt News 

Alt News એ એક ભારતીય બિન-લાભકારી ફેક્ટ ચેકિંગ વેબસાઇટ છે જેની સ્થાપના ભૂતપૂર્વ સોફ્ટવેર એન્જિનિયર પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર દ્વારા 9 ફેબ્રુઆરી 2017ના દિવસે લોન્ચ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ