બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Also told VHP we will take Fodi, you don't need to intervene

પ્રતિક્રિયા / સાહિત્યથી લઈને મૂર્તિઓ... ઘણા મુદ્દા છે: પાછીપાની કરવા તૈયાર નથી સંતો, VHPને પણ કહ્યું અમે ફોડી લઈશું, તમારે વચ્ચે પડવાની જરૂર નથી

Vishal Khamar

Last Updated: 05:30 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VHP દ્વારા જ્યોતિનાર્થ મહારાજને લખાયેલ પત્ર બાબતે તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તમે જો આ લડાઈમાં નથી પડ્યા તો પડતા જ નહી. સનાતન ધર્મને હાનિ પહોંચે તેવી કોઈ વાત નહી ચલાવી લઈએ.

  • VHPના લખાયેલા પત્ર માલમે પ્રતિક્રિયા
  • જ્યોર્તિનાથ મહારાજની પ્રતિક્રિયા
  • "સનાતન ધર્મને હાનિ પહોંચે તેવી કોઇ વાત નહીં ચાલે"

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લખાયેલ પત્ર મામલે જ્યોતિનાર્થ મહારાજે જણાવ્યું હતું કે,  હાલમાં સતત વિવાદોની વચ્ચે પહેલી વખત સમાધાન કરવા નીકળેલ વિશ્વ હિન્દુ પરિષદ ફરી વખત સંતો જ્યારો પોતાની તૈયારીઓ કરી રહ્યા છે. પોતાની રીતે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફરી એક પત્ર જાહેર કર્યો છે. અને એમાં એવું કીધું કે આમાં અમે મધ્યસ્થી કરવા તૈયાર છીએ. પહેલા જ્યારે પત્ર જાહેર કર્યો હતો. 

તમે જો આ લડાઇમાં નથી પડ્યા તો પડતા જ નહીં: જ્યોર્તિનાથ
પત્ર બાબતે જ્યોતિનાર્થ મહારાજે કહ્યું હતું કે આ વિષય મામલે કોઈ લેવાદેવા નથી હવે કહો છો કે મધ્યસ્થી કરવી છે.   બે મોઢાની વાતો, સરકાર સાથે બેસીને સમાધાનની વાતો, સનાતન ધર્મની હાનિ પહોંચાડતી કોઈ પણ વાત અમે સહન કરવા તૈયાર નથી. અને અમારી મૂળભૂત માંગણીઓ છે.  જેમાં સાહિત્યથી લઈ મૂર્તિઓ સુધીનું ઘણું બધું. જે જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી કોઈ પણ ભોગે અમે સધાધાન કરવા તૈયાર નથી. અને સાથે સાથે એટલી જ કડવી વાત જો તમે આ લડાઈમાં નથી તો ભૂલે ચૂકે પણ ન પડતા અમે સંતોને અને પ્રજાને અને સનાતન ધર્મની સંતાનોએ ફોડી લેવાનું છે તો ફોડી લઈશું. તમારૂ ડાપણ બંધ કરી દો. 

આપ સૌના પ્રયાસોના પરિણામે આજે ભગવાન શ્રીરામનું જે ભવ્ય મંદિર તૈયાર થઇ રહ્યું છેઃ VHP
આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદનાં ક્ષેત્ર મંત્ર અશોક રાવલે પત્રમાં લખ્યું હતું કે, આપ સૌ હંમેશા હિન્દુ સનાતન સંસ્કૃતિ માટે સતત કાર્યરત રહેલા છો. રામજન્મભૂમી આંદોલન દરમ્યાન આપ સૌના પ્રયાસોના પરિણામે આજે જે  ભગવાન શ્રીરામનું જે ભવ્ય મંદિર તૈયાર થઇ રહ્યું છે. તેના આપ સૌ પાયાના કર્મવીર રહ્યા છો. આપ સૌના માર્ગદર્શનમાં ભગીરથ કાર્ય થયુ છે. સંતોના માર્ગદર્શન અને આશીર્વાદ થી આ કાર્ય પૂર્ણ થયુ છે. તે બદલ પુનઃ આપ સૌ સંતશ્રી ઓના આભાર વ્યક્ત કરિએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના આપ સૌ સંતોના આશીર્વાદ થીજ થઈ છે.

ભીંત ચિત્રો દૂર થયા પરંતુ હજી પણ સંતોના મનમાં આક્રોશ છેઃVHP
તેમજ સાળંગપુર ખાતે હનુમાનજીનાં વિવાદિત ભીંત ચિત્રો બાબતે તેઓએ પત્રમાં લખ્યું હતું કે, હનુમાન મંદિરમાં જે ભીંત ચિત્રોના કારણે સમાજમાં આક્રોશ વ્યક્ત થયો છે.  હિન્દુ સમાજની લાગણીને માન આપી ગણા સંતો મહંતોએ પણ બેઠકો કરી આક્રોશ વ્યક્ત કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ સમાધાનના ભાગ રૂપે ભીંત ચિત્રો દુર કરવા માટે પ્રયાસ કર્યા અને ભીંત ચિત્રો દૂર થયા પરંતુ હજી પણ સંતોના મનમાં આક્રોશ છે. જ પરંતુ હિન્દુ, સમાજને એક રાખવો એ વર્તમાન સમયની માંગ પણ છે. જ્યારે આપ સૌ તેનો એકત્રીત થયા છો તો કાયમી ઉકેલ આવે અને ભવિષ્યમાં પણ આવા પ્રસંગો ના બને તેવા પ્રકારનું ચિંતન કરી હિન્દુ સમાજ માટે આપ સૌ યોગ્ય નિર્ણય લેશો જ તેવા વિશ્વાસ છે.

VHP દ્વારા પત્રમાં કેટલાક સૂચન પણ કરવામાં આવ્યા હતા જે નીચે મુજબ છે

  • ગુજરાતના તમામ સંપ્રદાયના મુખ્ય એવા એક એવા સૌની એક "સંત સમિતિ" ની રચના કરવી જોઈએ જે આપ કરવાના જ છે.
  • જૈન, બુધ્ધ, શીખ, સ્વામીનારાયણ આ બધા સનાતન ધર્મમાં થીજ પંથ અને સંપ્રદાયો થયેલ છે, માટે સનાતન ધર્મમાં વેદ, ઉપનિષદ તેના માન્ય ગ્રંથો છે. તેના અનુસંધાનમા જ બધા લોકો પોતાના પ્રવચનો અથવા કથાઓ/વાર્તાઓ અને પુસ્તકો પ્રકાશીત કરે તેના વિરૂધ્ધ કોઇ વાત ન કરે તે નક્કી કરવું જોઇએ.
  • નક્કી કર્યા મુજબ તમામમે સંપ્રદાયઓએ વર્તવું જોઇએ તેવું નક્કી કર્યા બાદ તેનો કોઇ ભંગ કરે તો આ “સંત સમિતિ” જે તે ભંગ કરનારા સામે કાયદેસર કે આપણી પરંપરા મુજબ પગલા લેશે. તેને સનાતન ધર્મથી વિરુધ્ધ વર્તન માટે યોગ્ય નિર્ણય લેશે અને પ્રશ્નનું નિકાલ કરશે અને તે સૌને માન્ય રહેશે.
  •  આ “સંત સમિતિ” વર્ષમાં ૩ વાર મળવી જોઇએ અને સનાતન ધર્મને લગતા હોય તેવા પ્રશ્નોના નીરાકરણ કરશે. 
  • જુની વાતો ભુલી નવી ભુલો કોઈ ન કરે તેના માટે બધાની લેખિત સંમતિ લેવી તેમજ તેની જાણકારી તમામ સંપ્રદયોને મોકલવી.
  • આ “સંત સંમતિ” સંતોની જ રહેશે અને કોઈ રાજકારણિયો ના હાથા ન બને તે પણ નક્કી કરવું.
  • વિશ્વ હિન્દુ પરિષદ તરીકે અમો આપ સૌને આમારી જ્યાં જરુર પડે ત્યાં અમારી સેવાઓ આપીશુ. 
  • સ્વામીનારાયણ ની બે મુખ્ય ગાદી છે એક કાલુપુર અને બીજી વડતાલ. આ બન્નેના આચાર્યો સાથે એક વખત આપણા મુખ્ય સંતોએ ચર્ચા કરી લેવી જોઈએ અને તે સહમત થતા હોય તો તેઓ તેમના તમામ ભક્તો/ સંતો ને વિવાદ થી દૂર રહેવા સ્પષ્ટ ચેતેવણી આપે કે ભવિષ્યમાં કોઈ વાણી વિલાસ કે લખાણ ના કરે. અને કરે તો સંપ્રદાયમાં થી કાર્યવાહી ની ચેતવણી આપે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ