બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / allu arjun pushpa 2 will be released on 15 august 2024, check the unique poster of the film

ફિલ્મજગત / ઉત્સાહ અધિક.! પુષ્પા 2 ફિલ્મની રીલીઝ ડેટ જાહેર, અજય દેવગનની ફિલ્મ સાથે થશે ટક્કર, અલ્લુ અર્જુને શેર કરેલા પોસ્ટરે ખેંચ્યું ધ્યાન

Vaidehi

Last Updated: 06:25 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્લુઅર્જુનની ફિલ્મ Pushpa 2ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. મોટા હોલીડેનાં દિવસે મેકર્સે ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. જુઓ પોસ્ટર.

  • અલ્લુઅર્જુનની ફિલ્મ પુષ્પા 2ની રિલીઝ ડેટ જાહેર
  • 15 ઑગસ્ટ 2024નાં સિનેમાઘરોમાં રિલીઝ થશે મૂવી
  • ટક્કર આપવા અજય દેવગણની ફિલ્મ સિંઘમ અગેન પણ છે લાઈનમાં

પુષ્પા 2-ધ રૂલનાં ફેન્સ માટે મોટી ખબર છે. મેકર્સે મૂવીની રિલીઝ ડેટની ઘોષણા કરી દીધી છે. અલ્લુઅર્જુને રસપ્રદ પોસ્ટર સાથે પુષ્પા 2નો માહોલ બનાવ્યો છે. ફિલ્મ 2024માં 15 ઑગસ્ટનાં રોજ રિલીઝ થશે. આ જ તારીખે અજય દેવગણની મૂવીનું પણ સિક્વલ રિલીઝ થવાનું છે. આ સિવાય કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન 2ની પણ રિલીઝ ડેટ 15 ઑગસ્ટ 2024 થાય તેવું લાગી રહ્યું છે.

પુષ્પા 2નાં પોસ્ટરે ખેંચ્યું ધ્યાન
વર્ષ 2023માં દર્શકો બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ કરી રહ્યાં છે. હવે 2024 સુધીમાં ફિલ્મ રસીકોને અનેક મોટી અને સારી ફિલ્મો જોવાનો મોકો મળવાનો છે. અનેક જબરદસ્ત ફિલ્મોનાં સિક્વલ 2024માં રિલીઝ થવાનાં છે. અલ્લુઅર્જુનની ફિલ્મ પુષ્પા 2 પણ 15 ઑગસ્ટ 2024નાં રોજ રિલીઝ થશે. ટ્વિટર પર અલ્લૂ અર્જુને ફિલ્મો પોસ્ટર પોસ્ટ કર્યો હતો.  જેમાં અલ્લુઅર્જુને સોનાનું બ્રેસલેટ્સ અને રીંગ્સ પહેરી છે. સૌથી નાની આંગળીમાં રેડ નેઈલપેંટ પણ જોવા મળી રહી છે.

બોક્સ ઓફિસ પર ફરી થશે ટક્કર
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન પણ 15 ઑગસ્ટ 2024નાં રિલીઝ થવાની છે. જો બંનેમાંથી કોઈએ ડેટ આગળ-પાછળ ન કરી તો હિંદી બોક્સ ઓફિસ પર ફરી એકવાર ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળશે. 

દર્શકો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ પુષ્પા-2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટીઝરે જ એવું અદ્ભુત વાતાવરણ બનાવ્યું છે કે હવે દર્શકો ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મેકર્સ માટે પણ ફિલ્મના પહેલા ભાગની સરખામણીમાં દર્શકોએ મનોરંજનનો ડબલ ડોઝ આપવો પડશે. કારણ કે પહેલા ભાગની સરખામણીએ આ ભાગથી ચાહકોની અપેક્ષાઓ પણ બમણી થઈ જશે. નિર્માતાઓએ પણ દર્શકોની અપેક્ષાઓ પૂરી કરવા પાણીની જેમ પૈસા વહાવ્યા છે.

ફિલ્મનું બજેટ લગભગ બમણું કરી દીધું 

પહેલા ભાગની સરખામણીમાં મેકર્સે ફિલ્મનું બજેટ લગભગ બમણું કરી દીધું છે. અહેવાલો અનુસાર, 'પુષ્પા ધ રૂલ'નું પ્રારંભિક બજેટ લગભગ 350 કરોડ રૂપિયા હતું. પ્રમોશન અને અન્ય વસ્તુઓનો ખર્ચ ઉમેરીને આ આંકડો લગભગ 400 કરોડ સુધી પહોંચી ગયો. ફિલ્મનું બજેટ વધ્યું અને પ્રથમ ભાગને સારો પ્રતિસાદ મળતા અલ્લુ અર્જુને તેની ફીમાં પણ વધારો કર્યો. એક રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુને બીજા ભાગ માટે 150 કરોડ રૂપિયા માંગ્યા હતા પરંતુ ડીલ 125 કરોડ રૂપિયામાં થઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ