બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Alleged video of attack on BJP worker in Vadodara hit with 23 sticks on head goes viral

કાર્યવાહી / માથાના ભાગે ઉપરાછાપરી માર્યા 23 લાકડીના ફટકા, વડોદરામાં ભાજપ કાર્યકર પર હુમલાનો કથિત વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 06:13 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ભાજપનાં કાર્યકર પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતા એક વ્યક્તિને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ હજુ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • વડોદરામાં ભાજપ કાર્યકર સચિન ઠક્કરની હત્યાનો મામલો
  • પોલીસે 3 શખ્શોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
  • સચિન અને પ્રિતેશ પર હુમલાના નામે વીડિયો થયો વાયરલ  
  • VTV વાયરલ વીડિયોની અંગે કોઇ પુષ્ટિ કરતું નથી

 વડોદરા શહેરમાં જૂની અદાવતમાં ભાજપનાં કાર્યકર સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલ પર બે દિવસ પહેલા રાત્રીનાં સમયે કેટલાક અસામાજીક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે અસામાજીક તત્વો દ્વારા સચિન ઠક્કરને માથાનાં ભાગે હોકી તેમજ બેઝબોલનાં ફટકા બે શખ્શો મારી રહ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.  ગોત્રી પોલીસે વાયરલ વીડિયોનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  VTV વાયરલ વીડિયોની અંગે કોઇ પુષ્ટિ કરતું નથી. 

સારવાર દરમ્યાન સચિન ઠક્કરનું મોત નિપજ્યું, પ્રિતેશ પટેલ સારવાર હેઠળ
સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન સચિન ઠક્કરનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે પ્રિતેશને માથાનાં ભાગે ઈજાઓ થતા હાલ તે ભાનમાં નથી.  

પોલીસે ત્રણ શખ્શોની ધરપકડ કરી
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે વીડિયોનાં આધારે ત્રણ શખ્શોની ધરપકડ હાથ ધરી હતી. જેમાં પોલીસે પાર્થ બાબુલ પરીખ રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, વાસિપ ઉર્ફે સાહિલ ઈકબાલ અજમેરી રહે. નાગરવાડા, સૈયદપુરા, વડોદરા તેમજ વિકાસ લોહાણા રહે. વ્હાઈટ વુડાના, વડોદરા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. 

ફરજમાં બેદરકારી બદલ પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સચિન ઠક્કર તેમજ પ્રિતેષ ઠક્કરને વાહ પાર્કિગ બાબતે કેટલાક અસામાજીક તત્વો સાથે બોલાચાલી થયા બાદ પ્રિતેષ ઠક્કરે ગોત્રી પોલીસ મથકે અરજી પણ આપી હતી. ત્યારે આ અરજી સંદર્ભે ગોત્રી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્ટેબલ પ્રવિણભાઈ ધુળાભાઈને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી. પરંતું કોન્સ્ટેબલ દ્વારા કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં ન આવી ન હતી. ફરજમાં બેદરકારી દાખવવા બદલ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ ધુળાભાઈને સસ્પેન્ડ કરી તેઓની સામે ખાતાકીય તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ