બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Allegation of corruption in the construction of the bridge built in Vadinath, Kheda

ખેડા / સરકાર આ બ્રિજનું બાંધકામ તો જુઓ.! બ્રિજની રેલિંગ ધરાશાયી,તિરાડો પડી ,દિવાલ ઉખડી, કોન્ટ્રાક્ટરે કટકી કર્યાનો આરોપ

Dinesh

Last Updated: 05:32 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના વાડીનાથમાં બનેલા બ્રિજનું રિયાલિટી ચેક; બ્રિજના લોકાર્પણ પહેલાં જ તિરાડો પડી સાથે જ બ્રિજની રેલિંગ પણ ધરાશાયી થઈ છે.

  • ખેડાના વાડીનાથ બ્રિજમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
  • લોકાર્પણ પહેલા બ્રિજ જર્જરિત
  • બ્રિજમાં પડી તિરાડો અને પોપડા


ખેડાના વાડીનાથમાં બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં હાથ લગાવાથી બ્રિજની દીવાલના પોપડા પડતા હોવાનું જોવા મળ્યું હતું. જેને લઈ VTVએ વાડીનાથમાં બનેલા બ્રિજનું રિયાલિટી ચેક કર્યું હતું. VTV NEWSના રિયાલિટી ચેક દરમિયાન વાડીનાથમાં બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના લોકાર્પણ પહેલાં જ બ્રિજમાં તિરાડો પડી છે. સાથે જ બ્રિજની રેલિંગ પણ ધરાશાયી થઈ છે. 

વીડિયો વાયરલ થયો હતો
વાઇરલ વીડિયોમાં એક યુવક નવા બનેલા બ્રિજની દીવાલો અને તેની સાઈડમાં મુકવામાં આવતી રેલિંગને લઈ આ બ્રિજની ગુણવત્તા બતાવી રહ્યો છે જેમાં આ બ્રિજની દીવાલો કાચી કે માટીની બનેલી હોય તે રીતે ઉખડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વીડિયોની સત્યતા ચકાસતા જાણવા મળ્યું કે, વાડીનાથ ગામમાં બનેલ વાડીનાથથી મોકાના મુવાડા તરફના નવા બનેલ બ્રિજનો હોવાનું માલુમ પડ્યું જેથી VTVની ટીમ ઘટનાસ્થળે પહોંચી આ વીડિઓની સત્યતા તપાસતા ખરેખર આ બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું 

ભ્રષ્ટાચારની થયાનો આક્ષેપ
આ અંગે સ્થાનિકોને પૂછતા બ્રિજની કામગીરમાં ભ્રષ્ટાચારની થયાનો જણાઈ કહ્યાં છે. આ બ્રિજમાં હાથ લગાવવાથી જ બ્રિજની દિવાલ ઉખડી રહી છે. જેથી સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવતા કહ્યું કે, બ્રિજની દિવાલ માટીથી બનાવી હોય તેવું લાગે છે. હાથ લગાવવાથી બ્રિજની દિવાલમાંથી પોપડા ઉખડે છે. આ બ્રિજ બનાવવામાં રેતી અને સિમેન્ટનો ઉપયોગ નથી થયો. જેથી ફરી આ બ્રિજ બનાવવાની જરૂર છે. એક તરફની રેલિંગ અને બોર્ડ ખુદ માર્ગ અને મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર જ લઈ ગયા હોવાનું માલુમ પડેલ તો બીજી તરફની રેલિંગ લોકાર્પણ પહેલા જ જમીન દોસ્ત થયેલ હાલતમાં જોવા મળી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ