બ્રેકિંગ ન્યુઝ
Ajit Jadeja
Last Updated: 09:35 PM, 15 March 2024
live in relationship: અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન લિવ-ઈન રિલેશનશીપ પર મોટી ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે અલગ-અલગ સમુદાયના છોકરા-છોકરીઓ ધર્મ પરિવર્તન કર્યા વિના લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે નહીં. આ સંપૂર્ણપણે ગેરકાયદે છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે ધર્મ પરિવર્તન વિના કોઈ પુરુષ કે સ્ત્રી લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે નહીં. આ ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન કાયદાનું ઉલ્લંઘન કહેવાય. કોર્ટે આ કેસમાં આંતર જ્ઞાતિય લગ્ન કરનાર યુગલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.હાઈકોર્ટનો આ નિર્ણય યુપીના ધર્માંતરણ કાયદાના સંદર્ભમાં પણ આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયથી ભારતમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સવાલ એ છે કે શું બે સમુદાયના પુખ્ત લોકોને સાથે રહેવા માટે કાયદાકીય પરવાનગીની જરૂર પડશે?
ADVERTISEMENT
પ્રેમી યુગલની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ રેણુ અગ્રવાલની સિંગલ બેન્ચે કહ્યું કે ધર્મ પરિવર્તન માત્ર લગ્નના હેતુ માટે જ જરૂરી નથી, પરંતુ લગ્નના તમામ સંબંધોમાં તે જરૂરી છે, તેથી ધર્મ પરિવર્તન કર્યા વિના લિવ ઇનમાં રહેવું ગેરકાયદે છે. હાઈકોર્ટે પ્રેમી યુગલની પોલીસ સુરક્ષાની માંગ પણ ફગાવી દીધી છે. આ કેસમાં છોકરો હિન્દુ સમુદાયનો છે જ્યારે છોકરી મુસ્લિમ સમુદાયની છે. બંને મૂળ યુપીના કાસગંજના રહેવાસી છે.
ADVERTISEMENT
પ્રેમી યુગલનું કહેવું છે કે બંનેએ કોર્ટ મેરેજ માટે અરજી કરી છે પરંતુ તેમાં ઘણો સમય લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમને પોલીસ સુરક્ષા આપવી જોઈએ, જેથી તેમની સાથે કોઈ અપ્રિય ઘટના ન બને. જો કે બીજાપક્ષનું કહેવું છે કે ધર્મ પરિવર્તન માટે છોકરા કે છોકરીએ ધર્માંતરણ કાયદાની કલમ 8 અને 9 હેઠળ કોઈ અરજી કરી નથી તેથી તેમનું સાથે રહેવું ગેરકાયદે છે.
લિવ-ઈન રિલેશનશિપની કોઈ વ્યાખ્યા નથી પરંતુ જ્યારે પ્રેમી યુગલ લગ્ન કર્યા વિના એક જ ઘરમાં પતિ-પત્નીની જેમ રહે છે, ત્યારે આ સંબંધને લિવ-ઈન રિલેશનશિપ કહેવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ 1978માં સર્વોચ્ચ અદાલતે બદ્રી પ્રસાદ વિ. ડાયરેક્ટર ઑફ કોન્સોલિડેશન કેસમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદેસર ગણાવી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે કોઈપણ પુખ્ત વયના લોકોને તેમની મરજી મુજબ સાથે રહેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. આ પછી ઘણા અલગ-અલગ પ્રસંગોએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લઈને કડક ટિપ્પણીઓ કરી છે.
ભારતમાં પુખ્ત નાગરિકોને કલમ 21 હેઠળ રહેવાની અને કોઈપણ સાથે લગ્ન કરવાની છૂટ છે. જો કે ભારતમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને કોઈ લેખિત કાયદો નથી. માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવું જોઈએ. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
જો કોર્ટના નિર્ણયો પરથી જોવામાં આવે તો ભારતમાં અત્યાર સુધી લિવ-ઈન રિલેશનશિપને ત્રણ વખત ખોટા ગણવામાં આવ્યા છે. જો પ્રેમીઓમાંથી કોઈની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તે ખોટું છે. સગીરોને સંડોવતા કેસમાં સજા થઈ શકે છે. જો બે પ્રેમીઓમાંથી એકે લગ્ન કર્યા હોય તો તે કાનૂની ગુનો ગણાશે. આ માટે તેને 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. બે છૂટાછેડા લીધેલા લોકો લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે છે, પરંતુ જો તેમાંથી એકનો પણ છૂટાછેડાનો કેસ કોર્ટમાં અટકે તો તે કાયદાકીય રીતે ખોટું ગણાશે. હવે અલાહાબાદ હાઈકોર્ટના તાજેતરના નિર્ણય પર નજર કરીએ તો બે સમુદાયના લોકો માટે ધર્મ બદલ્યા વિના લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું મુશ્કેલ થઈ જશે.
ઓગસ્ટ 2021માં અલ્હાબાદ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લગતી અરજી ફગાવી દીધી હતી. જેમાં દંપતીએ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. હાઈકોર્ટે દંપતીને 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તે સમયે ટિપ્પણી કરતા હાઈકોર્ટે કહ્યું હતું કે અમે આવા ગેરકાયદે સંબંધોને પોલીસ સુરક્ષા આપીને આડકતરી રીતે માન્યતા આપવા માંગતા નથી. તે જ વર્ષે રાજસ્થાન હાઈકોર્ટે તેના એક નિર્ણયમાં આવા સંબંધોને દેશના સામાજિક બંધારણની વિરુદ્ધ ગણાવ્યા હતા. ઓક્ટોબર 2023માં અલ્હાબાદ હાઈકોર્ટે લિવ-ઈનને ટાઈમપાસ જેવું ગણાવ્યું હતું. હાઈકોર્ટના બે ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે આ થોડા દિવસોનો મોહ છે અને લાંબા સમય સુધી ખતરનાક સાબિત થઈ શકે છે.
હાઈકોર્ટના આ નિર્ણયથી ધર્માંતરણ કાયદો ફરી ચર્ચામાં આવી ગયો છે. યુપીમાં વર્ષ 2021માં ધર્માંતરણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં બળ, લાલચ અને ષડયંત્ર દ્વારા ધર્મ પરિવર્તનની પ્રક્રિયાને ખોટી ગણવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે યુપીમાં જો પ્રેમી યુગલ ધર્મ બદલ્યા વિના લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે તો પોલીસ તેમની સામે ધર્મ પરિવર્તનનો કેસ દાખલ કરી શકે છે. મતલબ કે હાઈકોર્ટના આ નિર્ણયથી યુપીમાં એવા યુગલોની મુશ્કેલી વધી શકે છે જેઓ અલગ-અલગ સમુદાયના હોવા છતાં લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.