બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / All India Cine Workers Association submits to PM Modi to ban Adipurush immediately

વિવાદ / ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ અસોસિએશને PM મોદીને લખી ચિઠ્ઠી, આદિપુરુષ પર તાત્કાલિક પ્રતિબંધની કરી માંગ

Kishor

Last Updated: 08:20 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવાદને પગલે આદિપુરુષને બૈન કરવા માંગ ઉઠી રહી છે  આવી સ્થિતિ વચ્ચે ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ અસોસિએશ દ્વારા PM મોદીને રજૂઆત કરી આદિપુરુષના પ્રસારણ પર રોક લગાવી દેવા માંગ ઉઠાવાઈ છે.

  • ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર
  • ડિરેક્ટર્સ, ડાયલોક રાઇટર અને પ્રોડ્યુસર વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ
  • આ ફિલ્મ હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડતી હોવાનો આરોપ

સુપરસ્ટાર પ્રભાસના લીડ રોલવાળી ફિલ્મ આદિપુરુષનું મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મ જ્યારથી રીલિઝ થઇ છે ત્યારથી એક પછી એક અનેક વિરોધના વંટોળ ઉભા થઇ રહ્યાં છે. આ વિરોધમાં ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી ઉમેરો કર્યો છે. PMને લખેલા આ પત્રમાં માગ કરવામાં આવી છે કે ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત, ડાયલોગ રાઇટર મનોજ મુંતશિર અને પ્રોડ્યુસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આદિપુરુષને લઇને દેશમાં વિવિધ જગ્યાએ વિરોધ

16 જુનના રોજ થિએટરોમાં રીલિઝ થયેલી રામાયણની કથા પર આધારિત ફિલ્મ આદિપુરુષને લઇને દેશમાં વિવિધ જગ્યાએ વિરોધ થઇ રહ્યો છે. આ ફિલ્મમાં કેટલાક ડાયલોક ખુબ જ ચર્ચાનું કારણ બન્યા છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ડાયલોકથી હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. જો કે વિરોધ વધુ થતાં ફિલ્મમાંથી કેટલાક ડાયલોક બદલવાની વાત કરી છે તેમ છતા વિરોધના વંટોળ ઉભા થઇ રહ્યાં છે. 

Topic | VTV Gujarati

રામ અને હનુમાનજીની ઇમેજ ખરડાઇ

ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોશિએશન તરફથી વડાપ્રધાનને મોકલવામાં આવેલા પત્રમાં અપીલ કરવામાં આવે છે કે ફિલ્મની સ્ક્રિનિંગ પર તુરંત પ્રતિબંધ લગાવી દેવામાં આવે અને ફિલ્મને થિએટર અને ઓટીટી પર બેન લગાવવામાં આવે. સાથે જ પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મના સ્ક્રિનપ્લે અને ડાયલોકથી ભગવાન રામ અને હનુમાનજીની ઇમેજ ખરડાઇ છે. આ ફિલ્મથી હિન્દુ અને સનાતન ધર્મના લોકોની ભાવનાને ઠેસ પહોંચી રહી છે. 

પાત્રને વીડિયો ગેમના કેરેક્ટરની જેમ દેખાડવામાં આવ્યા
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મમાં ભગવાન રામ અને રાવણના પાત્રને પણ વીડિયો ગેમના કેરેક્ટરની જેમ દેખાડવામાં આવ્યા છે. ડાયલોકથી દરેક ભારતીયને દુખ પહોંચ્યું છે. લોકોની ભાવનાને ઠેસ  પહોંચાડનારા ડિરેક્ટર્સ, ડાયલોક રાઇટર અને પ્રોડ્યુસર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. તો પત્રમાં જણાવવામાં આવ્યું કે પ્રભાસ, કૃતિ સેનન અને સેફ અલી ખાને આવી ફિલ્મો ન કરવી જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ