બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / All BJP MPs ordered to reach Delhi by evening, MLAs also meeting in Gandhinagar

BIG NEWS / ભાજપના તમામ સાંસદોને સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા આદેશ, ગાંધીનગરમાં ધારાસભ્યોની પણ બેઠક

Priyakant

Last Updated: 10:53 AM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દિલ્લી અને ગુજરાતમાં ભાજપ દ્વારા બેઠકનું આયોજન, તમામ સાંસદોને સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા આદેશ, ગુજરાતની બેઠકમાં તમામ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને હાજર રહેવા સૂચના

  • દિલ્લીમાં સંસદદળની બેઠક, તમામ સાંસદોને સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા આદેશ
  • ગુજરાતમાં બપોરે 2 વાગ્યે સ્વર્ણિમ સંકુલ ખાતે વિધાનસભા દળની બેઠક
  • તમામ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી 

દેશમાં 18 જુલાઈએ રાષ્ટ્રપતિ પદની  ચૂંટણી યોજાવાની છે. જેને લઇ આજે દિલ્લી અને ગુજરાતમાં ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્લીમાં આજે સાંજે સંસદ દળની બેઠક કરવામાં આવશે. આ બેઠક માટે ગુજરાતના તમામ સાંસદોને સાંજ સુધીમાં દિલ્લી પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે. સાથે ગુજરાતમાં પણ આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક બપોરે 2 વાગ્યે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજવામાં આવશે. જેમાં તમામ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

ભાજપ કાર્યાલયમાં આજે મળનારી સંસદીય બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર અંગે ચર્ચા થશે અને તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં PM મોદી સહિત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ હાજર રહેશે. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે, ભાજપ તાજેતરમાં અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલયમાંથી રાજીનામું આપનારા મુખ્તાર અબ્બાસ નકવી, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડના નામ પર ચર્ચા કરી શકે છે.

NDA નાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર લાગી શકે મહોર

કહેવાઈ રહ્યું છે કે આ બેઠક દરમિયાન જ ભાજપના નેતાઓ NDAમાં સામેલ ઘટક પક્ષોના નેતાઓ સાથે ફોન પર ચર્ચા કરશે અને ત્યારબાદ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે. હાલમાં ભાજપ પાસે લોકસભામાં 303 સભ્યો છે જ્યારે રાજ્યસભામાં 91 સભ્યો છે. રાજ્યસભામાં આ 91 સભ્યો ઉપરાંત 5 નામાંકિત સભ્યો પણ ભાજપને મત આપી શકે છે. ઉલ્લેખનીય છે કે,  ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે. આમાં નોમિનેશનની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. આવી સ્થિતિમાં આજે આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ