બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Alert in Mumbai, heavy rain will occur in many states including UP-Bihar-Gujarat

હવામાન અપડેટ / મુંબઇમાં ઍલર્ટ, UP-બિહાર-ગુજરાત સહિત અનેક રાજ્યોમાં થશે તડામાર વરસાદ, જુઓ હવામાન વિભાગની આગાહી

Priyakant

Last Updated: 07:59 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update News: હવામાન વિભાગે કહ્યું, જે સ્થળોએ હજુ ચોમાસું આવ્યું નથી ત્યાં આગામી બે-ત્રણ દિવસમાં તે પહોંચી જશે

  • દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સક્રિય 
  • ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી
  • IMD એ ટ્વિટ કર્યું, મહારાષ્ટ્રમાં આજે અને 30 જૂને ભારે વરસાદ પડી શકે

દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સક્રિય થયું છે. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, જે સ્થળોએ હજુ ચોમાસું આવ્યું નથી ત્યાં આગામી બે-ત્રણ દિવસમાં તે પહોંચી જશે. IMD એ ટ્વિટ કર્યું છે કે, મહારાષ્ટ્રમાં આજે અને 30 જૂને ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી, યુપી સહિત તમામ રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે.

સ્કાયમેટ વેધરે વરસાદને લઈ શું કહ્યું ? 
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાતના ભાગો, કોંકણ અને ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારત, બિહારના પૂર્વ ભાગો, છત્તીસગઢ, કેરળ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

હળવાથી મધ્યમ વરસાદની આગાહી 
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દક્ષિણ છત્તીસગઢ, તેલંગાણા, મરાઠવાડા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય દિલ્હી-એનસીઆર, રાયલસીમા, તમિલનાડુ અને તટીય આંધ્રપ્રદેશમાં હળવા વરસાદની સંભાવના છે. નોંધનીય છે કે, કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ વરસાદને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ