બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Alert in Ahmedabad's Sony Bazar when terrorists were caught from Rajkot, immediately assoc. Big decision taken

તપાસ જરૂરી / રાજકોટમાંથી આતંકીઓ ઝડપાતા અમદાવાદના સોની બજારમાં એલર્ટ, તાબડતોબ એસો. લીધો મોટો નિર્ણય

Vishal Khamar

Last Updated: 06:54 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સોની બજારમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ હવે અમદાવાદ સોની બજારનાં વેપારીઓ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે કારીગરોને નોકરી રાખતા પહેલા તેઓની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ તેને નોકરીએ રાખવામાં આવશે. તેમજ પોલીસને તમામ રીતે તપાસમાં અમે સહયોગ પણ આપવામાં આવશે.

  • રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓને લઇને અમદાવાદની સોની બજારમાં એલર્ટ 
  • અમદાવાદમાં સોની બજારનું એસોશિએશન થયું સતર્ક
  • સોની બજારમાં બહારથી કામ કરવા આવનારનું રજીસ્ટેશન થશે -એસો. .

 રાજકોટની ઘટનાના અમદાવાદમાં પડઘા પડ્યા છે .રાજકોટની સોની બજારમાંથી 3 આતંકીઓ ઝડપાયા બાદ અમદાવાદની સોની બજારના વેપારીઓ એલર્ટ થયા છે. અમદાવાદમાં સોની બજારનું એસોશિએશન સતર્ક થયું છે. એસોશિએશનના પ્રમુખે VTV સાથે વાત કરતા જણાવ્યું હતું કે સોની બજારમાં બહારથી કામ કરવા આવનારનું રજીસ્ટેશન થશે. નવા કારીગરો કામ પર રાખતા પહેલા ફરજીયાત રજીસ્ટ્રેશન કરાશે. રાજકોટ જેવી ઘટના ન બને તે માટે અમે પોલીસને મદદ કરીશું. ઉલ્લેખનીય છે કે અલકાયદાના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયા સમગ્ર રાજ્યના સોનાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સોની બજારના વેપારીઓ વધુ સતર્ક થયા છે અને પોલીસને જોઇતી મદદ કરવા તત્પર છે.

અમે પોલીસને કંઈ પણ બાબતે તમામ પ્રકારનો તપાસમાં સહયોગ આપશુંઃ એસોસિયેશનનાં પ્રમુખ
આ બાબતે સમસરત બંગાલી એસોસિયેશનનાં પ્રમુખ અબ્દુલ રોખ શેખ બંગલીએ જણાવ્યું હતું કે,  આવી ગુનાહિત પ્રવૃતિ કરનારને હું વખોડી કાઢું છું. અમારા જે કારીગરો છે તે નિષ્ઠાવાન તેમજ મહેનતુ છે. ત્યારે અમે પોલીસને કંઈ પણ બાબતે તમામ પ્રકારનો તપાસમાં સહયોગ આપશું. તેમજ અમે અમદાવાદમાં પણ તપાસ કરશું અને સરકાર પણ તપાસ કરશે તો અમે તેઓને સાથ આપશું. છેલ્લા 23 વર્ષથી એસોસિયેશન ચલાવું છું તેમજ અત્યાર સુધી અમારી પર કોઈપણ એલીગેશન કે વિવાદ નથી. તેમજ અનેક સોશિયલ કામ પણ કરીએ છીએ. ત્યારે રાજકોટની ઘટનાને લઈને અમને દુઃખ પણ થયું છે. ત્યારે અમે લાયસન્સ આપતી વખતે પૂરેપૂરી તપાસ કર્યા બાદ જ લાયસન્સ આપીએ છીએ. 

પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં રહેતા હોવાની બાતમી મળી હતીઃ એટીએસ
ઝડપાયેલા ત્રણેય આતંકીઓ મુદ્દે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં એટીએસનાં એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આતંકીઓ અંગે એટીએસને માહિતી મળી હતી કે, પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં કામ કરે છે. તેમજ તેઓ અલકાયદા માટે પ્રચાર કરે છે. અને હથિયારની ખરીદી કરી હોવાની પણ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓસ છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રહેતા હતા. 

અમન માલિક ટેલીગ્રામના માધ્યમથી કોન્ટેક કરતો 
એટીએસ દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વોચ રાખીને બેઠી હતી. ત્યારે ગત રોજ 31 તારીખે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમન મલિક તેમજ શેખ નવાજ સોની બજારમાં રહે છે. ત્યારે અમન મલિક ટેલીગ્રામનાં માધ્યમથી કોન્ટેક્ટ કરતો હતો. અલકાયદામાં બે એપની મદદથી જોડાયો હતો. અલકાયદામાં જોડાયા બાદ તેઓને સેમી ઓટોમેટીક હથિયાર મળ્યું હતું. ત્યારે હવે હથિયારનાં ઉપયોગને લઈને તેની તપાસ હવે હાથ ધરવામાં આવનાર છે.  આ ત્રણ લોકોનું કામ બીજા લોકોને જોડવાનું હતું. આ ત્રણેય લોકો પાસેથી 5 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમજ મોબાઈલ ફોનમાંથી ઘણા પુરાવા મળ્યા છે. કન્વર્સેશન એપની મદદ લેવાતી હતી. તેમજ હથિયાર ક્યાંથી લીધુ તે માહિતી ગુપ્ત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ