બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Alert.. Alert.! Baghdati will bring rain in Gujarat, Skymet has predicted rain, these districts will be drenched

વરસાદની આગાહી / એલર્ટ.. એલર્ટ.! ગુજરાતમાં વરસાદ બોલાવશે બઘડાટી, સ્કાયમેટે કરી અનરાધારની આગાહી, આ જિલ્લાઓ થશે તરબોળ

Vishal Khamar

Last Updated: 07:32 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદને લઈ હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટે રાજ્યમાં 18 અને 19 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.

  • હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટે કરી વરસાદને લઇને આગાહી
  • રાજ્યમાં 18 અને 19 સપ્ટેમ્બરે રહેશે ભારે વરસાદ
  • ભરૂચ,નર્મદા,નવસારી અને ડાંગમાં હળવો વરસાદ વરસશે

 લાંબા સમયનાં વિરામ બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટે વરસાદને લઈ ભારે આગાહી કરી છે. રાજ્યમાં 18 અને 19 સપ્ટેમ્બરે ભારે વરસાદ રહેશે. મહીસાગર, અરવલ્લી, લુણાવાડા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસશે.

આજે ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ
વરસાદને લઈને હવામાન વિભાગે આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં આજે એટલે કે 17 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અહીં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાંબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અહીં ભારે વરસાદ વરસી શકે છે. 

20 તારીખ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે,  લો પ્રેશર મધ્ય-પૂર્વ ગુજરાત પર છે. હાલ વેલમાર્ક લો પ્રેશરની કેટગરીમાં છે. જે મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી થઈને આગળ વધશે. જેના કારણે આજથી 20 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. વરસાદના નવા રાઉન્ડનો 80% વિસ્તારને લાભ મળશે. રાજ્યના 80 ટકા વિસ્તારને વરસાદના ચોથા રાઉન્ડનો લાભ મળશે.

ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે. અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે.  ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.  દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ