બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Akshaya Tritiya 2023 purchas these 5 items on akhatrij to bring good luck like gold

ધર્મ / અખાત્રીજ પર આ 5 વસ્તુઓને લઈ આવો ઘરે, મળશે સોનું ખરીદવા જેવું શુભ ફળ

Arohi

Last Updated: 08:35 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshaya Tritiya 2023: અખાત્રીજ પર ફક્ત સોનાની જ નહીં પરંતુ આ 5 વસ્તુઓની ખરીદી કરીને ઘરે લાવવા પર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે જ સુખ-સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અખાત્રીજ પર સોના જેવી કિસ્મત ચમકાવવા માટે જરૂર કરી લો આ અચુક ઉપાય

  • અખાત્રીદ પર કરી લો આ અચુક ઉપાય 
  • સોનાની જેમ ચમકી ઉઠશે કિસ્મત 
  • સોનાની જગ્યા પર લઈ ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ 

અખાત્રીજને હિંદુ ધર્મમાં સુખ-સંપત્તિ, ધન-વૈભવ વધારનાર મહાપર્વ માનવામાં આવે છે. માન્યતા છે કે અખાત્રીજ પર કરવામાં આવતી પૂજા, જપ-તપ, ઉપાય વગેરેથી મળતા પણ્યનું ક્યારેય પણ ક્ષય નથી થતું. 

માન્યતા છે કે અખાત્રીજ પર ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવા પર સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેના ઘરમાં હંમેશા સુખ-સૌભાગ્યનો વાસ બની રહે છે. અખાત્રીજ પર સોનાની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે અમુક એવી વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોનાની જેમ શુભતા પ્રાપ્ત થાય છે. 

શ્રી યંત્ર 
સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં વિધિ-વિધાનથી સ્થાપિત શ્રી યંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ભંડાર હંમેશા ભરેલો રહે છે. 

જો તમારા પૂજાઘરમાં શ્રીયંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં શ્રીયંત્રને જરૂર લાવીને સ્થાપિત કર્યા બાદ દૈનિક પૂજા કરવી જોઈએ. 

પીળા કોડી 
ધનની દેવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય પીળી કોડીને અખાત્રીજના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે. 

જવ
સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજા-પાઠમાં જઉનું ખબ જ મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ અખાત્રીજના દિવસે ઘરમાં જઉ ખરીદીને લાવે છે અને તેને ધનની દેવી માતા લક્ષ્મીને અર્પિત કરવામાં આવે છે તો જલ્દી જ તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. અખાત્રીજના દિવસે જવના આ ઉપાયથી આખુ વર્ષ માતા લક્ષ્મીની કૃપા રહેશે. 

તુલસી 
સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુપ્રિયા કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ રહે છે. તેમના ઘરના દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને તેમાન પર લક્ષ્મી અને નારાયણ બન્નેની કૃપા વરશે છે. 

એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે આ અખાત્રીજ પર પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવો. જો તમે ઈચ્છો છો તેની સાથે શમીનો છોડ પણ લઈને પોતાના ઘરમાં લગાવી શકો છો. 

શંખ
સનાતન પરંપરામાં શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે કારણ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્રમંથન વખતે થઈ હતી. એવામાં ધન-ધાન્યની કામના કરનાર વ્યક્તિને અખાત્રીજ પર પોતાના ઘરમાં શંખ ખરીદીને લાવવો જોઈએ. 

માન્યતા છે કે જે ઘરમાં દરરોજ શંખ વાગે છે તે ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ત્યાં હંમેશા માતા લક્ષ્મીની વાસ બની રહે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ