બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Akshaya Tritiya 2023 Not gold buy metal items according to your zodiac sign get happiness in family along advancement in job SUCCESS TIPS

Akshaya Tritiya 2023 / અખાત્રીજ પર સોનું નહીં, તમારી રાશિ અનુસાર ખરીદો ધાતુની વસ્તુઓ, નોકરીમાં ઉન્નતિની સાથે પરિવારમાં મળશે સુખ-શાંતિ

Pravin Joshi

Last Updated: 08:38 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અક્ષય તૃતીયા છે. આજના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. આજે જો સોનુ ના ખરીદી શકાય તો રાશિ અનુસાર અન્ય ધાતુની ખરીદી પણ કરી શકાય છે. જાણો, રાશિ અનુસાર કઈ ધાતુની ખરીદી કરી શકાય.

  • સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ
  • રાશિ અનુસાર કરો અન્ય ધાતુની ખરીદી
  • માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધનાનો દિવસ

આજે અક્ષય તૃતીયા છે. સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2023) નું અલગ મહત્ત્વ છે. કહેવામાં આવે છે કે, લગ્ન તથા અન્ય માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત ના મળે તો આ દિવસે શુભ કાર્ય કરી શકાય છે. માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેમને પ્રસન્ન કરી શકાય છે. અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસ્ સોનુ ના ખરીદી શકાય તો રાશિ અનુસાર અન્ય ધાતુની ખરીદી પણ કરી શકાય છે. રાશિ અનુસાર કઈ ધાતુની ખરીદી કરી શકાય તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

રાશિ અનુસાર ધાતુની ખરીદી 

  • મિથુન અને કન્યા

આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે કાંસાના વાસણ- થાળી અને લોટાની ખરીદી કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી નોકરી અને બિઝનેસમાં નફો થઈ શકે છે.

  • મકર

આ રાશિના જાતકો અક્ષય તૃતીયાના દિવસે સોનાના આભૂષણની જગ્યાએ સ્ટીલના વાસણ અથવો લોખંડની વસ્તુ ખરીદવી જોઈએ. આ પ્રકારે કરવાથી ભગવાનના આશાર્વાદ પ્રાપ્ત થશે અને મનને શાંતિ મળશે. 

  • વૃષભ અને કર્ક

આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે સોના અને ચાંદીના આભૂષણની ખરીદી કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી ઓફિસમાં તરક્કી થવાની સંભાવના છે. 

  • ધન અને મીન

આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે સોના અને પિત્તળની વસ્તુ ખરીદવી જોઈએ. આ પ્રકારે કરવાથી જે પણ કામ અટકેલા હોય છે, તે કામ પૂર્ણ થાય છે.

  • વૃશ્વિક

આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે તાંબાની વસ્તુ ખરીદવી જોઈએ. આ પ્રકારે કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 

  • મેષ અને સિંહ

આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે સોના અને તાંબાની ખરીદી કરો. આ પ્રકારે કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ