બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Akshaya tritiya 2023 date follow these tips for good luck and prosperity

Akshaya Tritiya 2023 / અક્ષય તૃતીયાની પૂજા કરતા પહેલા આ 10 વિશેષ બાબતો વિશે જાણી લો

Manisha Jogi

Last Updated: 08:32 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 એપ્રિલના રોજ શનિવારે અક્ષય તૃતીયા છે. અક્ષય તૃતીયાના દિવસે વિશેષ કાર્ય કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયા સાથે જોડાયેલ વિશેષ બાબતો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • 22 એપ્રિલે અક્ષય તૃતીયા. 
  • અક્ષય તૃતીયાના કરો આ વિશેષ ઉપાય. 
  • આ ઉપાય કરવાથી તમામ ઈચ્છા થશે પૂર્ણ.

હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ધાર્મિક મહત્ત્વ રહેલું છે. 22 એપ્રિલના રોજ શનિવારે અક્ષય તૃતીયા છે, આ દિવસે માઁ લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ પ્રકારે કરવાથી સાધકની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. અક્ષય તૃતીયાના દિવસે વિધિ વિધાન સાથે પૂજા કરવાથી તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે વિશેષ કાર્ય કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ઉપરાંત આ દિવસે સોના ચાંદી ખરીદીનું પણ વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, આ દિવસે સોનાની ખરીદી કરવાથી સોના અને નાણાંકીય ભંડારમાં દિવસ રાત વૃદ્ધિ થાય છે. અક્ષય તૃતીયા સાથે જોડાયેલ વિશેષ બાબતો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

  • અક્ષય તૃતીયાના દિવસે દાન અને દક્ષિણાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ કારણોસર આ દિવસે નિર્ધન વ્યક્તિને અનાજ, કપડા અને ધનનું દાન કરો. 
  • અક્ષય તૃતીયાના દિવસે મોડી સવાર સુધી ના ઊંઘવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, નહાવાના પાણીમાં ગંગાજળ મિશ્ર કરો. 
  • અક્ષય તૃતીયાના દિવસને માંગલિક કાર્યો માટે શુભ માનવામાં આવે છે. જો તમે વાહન, ઘર અથવા ખરીદો તો તે શુભ સાબિત થશે. ગૃહ પ્રવેશ કરવો અને આભૂષણ ખરીદીને પણ શુભ માનવામાં આવે છે. 
  • આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે તેમાં તરક્કી થાય છે. આ દિવસે જે શુભ કાર્ય કરવામાં આવે તેનું સમગ્ર વર્ષ દરમિયાન ફળ પ્રાપ્ત થા. છે. આ કારણોસર આ દિવસે ખોટું કામ ના કરવું જોઈએ અને નુકસાન ના પહોંચાડવું જોઈએ. 
  • અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 
  • અક્ષય તૃતીયાના દિવસે માઁ લક્ષ્મીની પૂજાનું વિધાન છે, પરંતુ આ દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી તે ફળદાયી છે. આ પ્રકારે કરવાથી તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. 
  • અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું ફળ મેળવવા માટે તેમના ભોગમાં તુલસીના પાન જરૂરથી હોવા જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. 
  • હિંદુ ધર્મમાં શ્રી યંત્રને માઁ લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે આ યંત્રની વિધિ વિધાન સાથે પૂજા કરવી તે શુભ સાબિત થાય છે. આ ઉપાય કરવાથી આર્થિક પરેશાની થતી નથી. 
  • અક્ષય તૃતીયાના દિવસે તામસી ભોજનનું સેવન ના કરવું અને વડીલનું અપમાન ના કરવું.
  • ધાર્મિક માન્યતા અનુસાર શંખને માઁ લક્ષ્મીના ભાઈ તરીકે માનવામાં આવે છે. જેથી અક્ષય તૃતીયાના દિવસે શંખની ખરીદી કરવી જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ