બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar reacted on the success of the film 'Jawaan', tagged Shahrukh Khan and wrote - 'Your films...'

મનોરંજન / ફિલ્મ 'જવાન'ની સફળતા પર અક્ષય કુમારે આપી પ્રતિક્રિયા, શાહરૂખ ખાનને ટેગ કરીને લખ્યું- 'આપણી ફિલ્મો...'

Megha

Last Updated: 03:16 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'જવાન'ની સફળતા પર બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પણ કિંગ ખાનના વખાણ કરતાં લખ્યું કે, 'કેટલી મોટી સફળતા...મારા 'જવાન', 'પઠાણ'ને અભિનંદન.'

  • ફિલ્મ 'જવાન' આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે
  • ભારતમાં આશરે રૂ. 316 કરોડ અને વિશ્વભરમાં રૂ. 540 કરોડથી વધુનું કલેક્શન 
  • બોલિવૂડના ખિલાડી કુમારે  કિંગ ખાનના વખાણ કર્યા છે

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દર્શકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.. ચાહકોના આટલા પ્રેમને કારણે આ ફિલ્મે માત્ર 5 દિવસમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ પણ ફિલ્મના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી. ફિલ્મ 'જવાન'ની સફળતા પર બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પણ કિંગ ખાનના વખાણ કર્યા છે.

ભારતમાં આશરે રૂ. 316 કરોડ અને વિશ્વભરમાં રૂ. 540 કરોડથી વધુનું કલેક્શન 
શાહરૂખ ખાનની જવાન, 7મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર 5 દિવસમાં ભારતમાં આશરે રૂ. 316 કરોડ અને વિશ્વભરમાં રૂ. 540 કરોડથી વધુનું કલેક્શન પાર કરી લીધું છે. જવાને પહેલા જ દિવસે 129 કરોડ રૂપિયાનો શાનદાર આંકડો હાંસલ કર્યો હતો. જવાને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ દરમિયાન અક્ષય કુમારે પણ શાહરૂખ ખાનને ફિલ્મની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. શાહરૂખ પણ આમાં પાછળ ન રહ્યો અને દિલ જીતી લે તેવી રીતે અક્ષયનો આભાર માન્યો છે. 

શાહરૂખ ખાન આપણી ફિલ્મો પાછી આવી
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' વિશે અક્ષય કુમારે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે..'કેટલી મોટી સફળતા...મારા 'જવાન', 'પઠાણ'ને અભિનંદન. શાહરૂખ ખાન આપણી ફિલ્મો પાછી આવી અને કેવી મસ્ત રીતે આવી. 

તમે અમારા બધા માટે પ્રાર્થના કરી હતી 
શાહરૂખ ખાને તેની શાનદાર સ્ટાઈલમાં આ પોસ્ટનો જવાબ આપ્યો છે. શાહરૂખે લખ્યું- તમે અમારા બધા માટે પ્રાર્થના કરી, તો તે કેવી રીતે ખાલી જશે. ઓલ ધ બેસ્ટ અને હંમેશા સ્વસ્થ રહો ખિલાડી. લવ યુ.' નોંધનીય છે કે ફિલ્મ જવાન અને ગદર 2 ની સફળતા જોઈને બધાને ફરી એકવાર ખાતરી થઈ ગઈ છે કે હિંદી સિનેમાના સારા દિવસો પાછા આવી ગયા છે.

'જવાન' 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ચાહકો પહેલાથી જ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા અને હવે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, કિંગ ખાનની ફિલ્મે માત્ર 5 દિવસમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

આવી છે જવાનની સ્ટારકાસ્ટ
જવાન ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, સુનીલ ગ્રોવર, વિજય સેતુપતિ, નયનથારા, પ્રિયામણી, સાન્યા મલ્હોત્રા મહત્વની ભૂમિકામાં છે. હવે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ઘણા રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. દર્શકોને કિંગ ખાનની આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે અને આ ફિલ્મમાં સંજય દત્તના કેમિયોથી ચાહકો પણ ખૂબ જ ખુશ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ