બોલીવુડ સ્ટાર કપલ અજય દેવગણ અને કાજોલ ખૂબ જ ફેમસ છે. આ સ્ટાર કપલની દીકરી નીસા દેવગણે બોલીવુડ ડેબ્યૂ કર્યું નથી, તેના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
અજય દેવગણ અને કાજોલ સતત ફેન્સના દિલ જીતી રહ્યા છે.
નીસા દેવગણ લાઈફને ખૂબ જ એન્જોય કરી રહી છે.
નીસા દેવગણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ.
બોલીવુડ સ્ટાર કપલ અજય દેવગણ અને કાજોલ ખૂબ જ ફેમસ છે. અજય દેવગણ અને કાજોલ સતત ફેન્સના દિલ જીતી રહ્યા છે. આ સ્ટાર કપલની દીકરી નીસા દેવગણે બોલીવુડ ડેબ્યૂ કર્યું નથી, પરંતુ અત્યારથી તેના ફેન્સ બનવા લાગ્યા છે. આ ફેન્સ નીસા દેવગણના બોલીવુડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. નીસા દેવગણને અત્યારથી બોલીવુડનો ભાગ નથી બનવું. નીસા લાઈફને ખૂબ જ એન્જોય કરી રહી છે અને તેને મિત્રો સાથે હરવું ફરવું અને પાર્ટી કરવી ખૂબ જ પસંદ છે. જેના કારણે તે અવાર નવાર મીડિયાના કેમેરાની નજરમાં આવતી રહે છે. અજય દેવગણની દીકરી નીસા દેવગણ ફરી એકવાર તેના બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે જોવા મળી છે.
સોશિયલ મીડિયા પર નીસા દેવગણનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં નીસા દેવગણ મિત્રો સાથે કાર પાસે આવી રહી છે. નીસા દેવગણના ફેન્સ તેને ન્યાસા ન્યાસા કહીને બોલાવવા લાગે છે. નીસા દેવગણ આ સાંભળીને કારમાં બેસી જાય છે. કારનો દરવાજો બંધ કરતા પહેલા કહે છે કે, મારું નામ નીસા છે. આ સાંભળ્યા પછી ફોટોગ્રાફર સાચું નામ બોલવા લાગે છે. ત્યારબાદ નીસા કારનો દરવાજો બંધ કરી છે. અનેક લોકો કાજોલની દીકરીનું નામ ખોટી રીતે બોલતા હોય છે.
નીસાએ પોતાનું નામ ક્લિઅર કર્યા પછી અનેક લોકોની ગેરસમજ દૂર થઈ ગઈ છે. નીસાનું ટ્રાન્સફોર્મેશન જોઈને તમામ લોકો દંગ રહી ગયા છે. તે પહેલા કરતા પણ સુંદર લાગી રહી છે. નીસાની સુંદરતાના વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તેના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. કાજોલ અને અજય દેવગણને તેમની દીકરી નીસા અંગે સવાલ પૂછવામાં આવે છે, જેના જવાબમાં તેઓ જણાવે છે કે, નીસા હમણાં ભણવા પર ધ્યાન આપી રહી છે.