બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / 'Air strike' on a hotel in Afghanistan, more than 3 people died, hundreds injured, who rained terror?

હુમલો / અફઘાનિસ્તાનની હોટલ પર 'એર સ્ટ્રાઈક', 3થી વધુ લોકોના મોત, સેંકડો ઘાયલ, કોણે વરસાવ્યો આતંક?

Pravin Joshi

Last Updated: 04:25 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનના ખોસ્તમાં એક સ્થાનિક હોટલ પર હુમલો થયાના સમાચાર છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે સાત ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હોટલને નિશાન બનાવીને એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

  • અફઘાનિસ્તાનમાં હોટલ પર હવાઈ હુમલો
  • હુમલો અફઘાનિસ્તાનના ખોસ્તમાં એક હોટલ પર થયો
  • હુમલામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 7 ઘાયલ થયા

આજે ફરી અફઘાનિસ્તાન હચમચી ગયું છે. અફઘાનિસ્તાનમાં હોટલ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો અફઘાનિસ્તાનના ખોસ્તમાં એક હોટલ પર થયો હતો. પાકિસ્તાની તાલિબાનના હાફિઝ ગુલ બહાદુર જૂથના લડવૈયાઓ અવારનવાર આ હોટલમાં આવતા હતા. પ્રારંભિક અહેવાલોમાં એવું કહેવાય છે કે ફાઇટર જૂથના ઘણા લડવૈયાઓ મૃત્યુ પામ્યા છે. બંને પક્ષના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

ત્રણ લોકોના મોત, સાત ઘાયલ 

સોમવારે અફઘાનિસ્તાનના ખોસ્તમાં એક સ્થાનિક હોટલ પર હુમલો થયાના સમાચાર છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે સાત ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હોટલને નિશાન બનાવીને એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા જ તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની વાપસીની બે વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરી છે. 2021 માં અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો મેળવ્યો ત્યારથી, રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટો અને અન્ય હિંસામાં 1,000 થી વધુ નાગરિકો મૃત્યુ પામ્યા છે. આમાંના મોટા ભાગના મૃત્યુ મસ્જિદો અને બજારો પાસે IID વિસ્ફોટોને કારણે થયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ