બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Air pollution increased in Ahmedabad after Diwali

ઉપાય ખરો? / અમદાવાદીઓના શ્વાસ પર પ્રદૂષણનો પંજો: આ 4 વિસ્તારોમાં AQI ગંભીર, ફટાકડાએ ફેરવી પથારી

Kishor

Last Updated: 09:05 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના દૂષિત વાતાવરણ પણ ફટાકડા વધુ વેરી સાબિત થયા છે. કારણ કે ફટાકડા ફોડવાને લઈને દિવાળી બાદ શહેરમાં પ્રદૂષણનો પંજો વકર્યો છે.

  • દિવાળી બાદ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું
  • અમદાવાદના મોટાભાગના વિસ્તારોની હવા અશુદ્ધ
  • અમદાવાદના રખિયાલ અને ગ્યાસપુરમાં સૌથી ખરાબ હવા

પ્રદૂષણએ દેશની સૌથી મોટી સળગતી સમસ્યા છે અને તેમના ઉકેલ અંગે દૂર દૂર સુધી કોઈ ચોક્કસ ઉપાય ન દેખાય તેવી સ્થિતિ છે. તેમાં પણ દિવાળીના તહેવાર બાદ અમદાવાદના વાતાવરણમાં જાણે ઝેર ભળી ગયું હોય તેમ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જેનો ઉપાય શોધવા તમામ સ્તરે મથામણ થઈ રહી છે.

Air pollution reaches dangerous levels in Delhi: People are having trouble breathing, AQI registers 346

ગ્યાસપુર અને રખિયાલમાં AQI 148 પર પહોંચ્યો
દિવાળી બાદ અમદાવાદમાં વાયુ પોલ્યુશનનું પ્રમાણ વધી ગયું છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવા અશુદ્ધ હોવાનું સત્તાવાર આંકડા પરથી ચિત્ર ઊભું થયું છે. એક બાજુ ફેક્ટરીઓના કેમિકલ- ધુમાડાથી હવા અશુદ્ધ બની રહી છે. તેવામાં હવે ફટાકડા કારણે વાયુ પોલ્યુશન વધતા ચિંતા બેવડાઈ છે. 

પ્રદુષણની રડારોડ બાદ હવે તંત્ર જાગ્યુઃ GPCB અમુક એકમોને નોટીસ ફટકારી | Air  pollution in Ahmedabad GPCB issues notice Pollution spreading units

શહેરના પોશ વિસ્તાર સેટેલાઇટ અને મણિનગરની હવા પણ પ્રદૂષિત
વિસ્તાર વાર વાત કરવામાં આવે તો અમદાવાદના રખિયાલ અને ગ્યાસપુરમાં સૌથી ખરાબ હવાનું બહાર આવ્યું છે. જ્યારે ગ્યાસપુરમાં 148 AQI, રખિયાલમાં 148 AQI પહોંચ્યું છે. બીજી બાજુ અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટ અને મણિનગરમાં પણ પોલ્યુશન વધ્યું છે. સેટેલાઇટમાં AQI 110 અને મણિનગરમાં AQI આંક 151 પર અટક્યો છે. વધુમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 130 AQI નોંધાયો,  જ્યારે અમદાવાદની ઓવરઓલ હવા 134 AQI છે. . આ એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવી રહ્યો છે કે શહેરોમાં પ્રદૂષણની માત્રા વધી છે. જેના કારણે બાળકોમાં, વૃદ્ધોમાં, અસ્થમાના રોગોનું પ્રમાણ વધે છે. તેમજ સ્વચ્છ હવા ન મળવાને કારણે સ્વાસ્થ્ય પણ જોખમાય છે. 

દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે, પરતું તેને ખ્યાલ સુદ્ધા પણ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામા ભળે છે, ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ હાલ વધી ગયું છે. અમદાવાદમાં મોટા ભાગમાં હવાની માત્રા હાનિકારક છે. પીરાણા જેવા વિસ્તાર ડેન્ઝર ઝોનની નજીક સરકી રહ્યા છે. એ દિવસો દૂર નથી કે અમદાવાદ પણ દિલ્હીની જેમ જ પ્રદૂષણનું હબ બની જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ