બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Air India flight: Air India flight from Delhi to San Francisco malfunctions, makes emergency landing in Russia

ઈમરજન્સી લેન્ડિંગ / એર ઈન્ડીયાના વિમાન સાથે આ કેવી ઘટના બની, દિલ્હીથી જવાનું હતું અમેરિકા, પહોંચી ગયું રશિયા, અચાનક આવું બન્યું

Pravin Joshi

Last Updated: 08:33 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને એન્જિનની ખામીને કારણે રશિયાના મગદાન તરફ વાળવામાં આવી હતી. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

  • એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જિનની ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ
  • દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઈટને રશિયા ડાયવર્ટ કરાઈ
  • ફ્લાઇટમાં સવાર તમામ 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર સુરક્ષિત 

દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને મંગળવારે (6 જૂન)ના રોજ એન્જિનની ખામીને કારણે રશિયાના મગદાન તરફ વાળવામાં આવી હતી. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર તમામ 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI173માં એન્જિનમાં ખામી સર્જાઈ હતી. 216 મુસાફરો અને 16 ક્રૂ સાથેની ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને રશિયાના મગદાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી.

 

 
મુસાફરોને તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે  

 

તેમણે કહ્યું કે મુસાફરોને તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વૈકલ્પિક વિકલ્પો પ્રદાન કરવામાં આવશે. એરક્રાફ્ટનું ફરજિયાત ગ્રાઉન્ડ ચેકિંગ ચાલુ છે. તાજેતરમાં ફ્લાઇટ્સમાં ખામીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
 

ઈન્ડિગો ફ્લાઈટનું પણ ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું

 

બે દિવસ પહેલા ટેક્નિકલ સમસ્યાના કારણે ડિબ્રુગઢ જતી ઈન્ડિગોની ફ્લાઈટને ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી સહિત ઘણા ધારાસભ્યો પણ આ ફ્લાઈટમાં સવાર હતા. ઈન્ડિગોએ આ ઘટના સંદર્ભે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાઈલટે વિમાનના એન્જિનમાં ખામી હોવાની જાહેરાત કર્યા બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલી અને ભાજપના બે ધારાસભ્યો પ્રશાંત ફુકન અને તેરાશ ગોવાલા સહિત 150 મુસાફરો સવાર હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ