બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / AIMIM leader Asaduddin Owaisi made a provocative statement.

નિવેદન / આપણી મસ્જિદ આપણે ગુમાવી, હવે ત્યાં..' રામ મંદિરના ઉદ્ધાટન પહેલા ઔવેસીનું નિવેદન, કહ્યું તાકાત રાખો

Kishor

Last Updated: 10:35 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. લોકોને એક થવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે...

  • AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી વધુ એક વખત ચર્ચામાં આવ્યા 
  • 'તમારી તાકાત જાળવી રાખો, એવું ન બને કે તમારી મસ્જિદો તમારી પાસેથી છીનવાઈ જાય'
  • તે જગ્યા આજે અમારી પાસે નથી

એક બાજુ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તડામાર તૈયારીઓ અને સુવર્ણ મસ્જિદને લઈને વિવાદ વકરી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ કહ્યું કે જ્યાં અમે 500 વર્ષથી સજદા કર્યા હતા. તે જગ્યા આજે અમારી પાસે નથી અને તમે જોઈ શકો છો કે હવે ત્યાં શુ બની રહ્યું છે.

મને મોતનો ડર નથી, મેદાન નહીં છોડું: ચાલુ ભાષણમાં રડી પડ્યા ઓવૈસી, VIDEO થયો  વાયરલ | asaduddin owaisi crying video viral

મસ્જિદો અમારી પાસેથી છીનવાઈ જશે!
આજે સોમવાર (1 જાન્યુઆરી)ના રોજ AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક સભાને સંબોધી રહ્યા હતા આ વેળાએ તેમણે કહ્યું કે, "આ તાકાત તમારા હૃદયમાંથી એકતાને ઉખેડી ફેંકવા માંગે છે. વર્ષોની મહેનત બાદ આજે એક મુકામ સુધી પહોંચ્યા છીએ. તેથી તમારી તાકાતને અકબંધ રાખો. આ વેળાએ તેઓએ મુસ્લિમ લોકોને મસ્જિદો (નમાઝ અદા) કરવા માટે અપીલ કરી. ઓવૈસીએ જણાવ્યું કે યુવાઓ, તમારી સમુદાયની ચિંતા અને તાકાત જાળવી રાખો અને મસ્જિદોને આબાદ રાખો. નહીં તો એક દિવસ એવો આવશે કે મસ્જિદો અમારી પાસેથી છીનવાઈ જશે.

'એકતા એ જ તાકાત'
લોકોને એકસંપ થવાની અપીલ કરતા જણાવ્યું કે એકતા એ જ તાકાત છે. તો સંગઠિત રહો અને આશાવાદ સાથે કહ્યું કે મને આશા છે કે આજના યુવાનો પોતાને, પોતાના પરિવારને અને પોતાના વિસ્તારને કેવી રીતે બચાવી શકાય તે વિશે વિચારશે. 

ભારતના બંધારણની સ્વતંત્રતા અને ધર્મનો મૂળભૂત અધિકાર છે
નોંધનિય છે કે અગાઉ, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના ગોલ્ડન મસ્જિદને હટાવવાના પ્રસ્તાવ પર લોકોનો અભિપ્રાય માંગતી વખતે, ઓવૈસીએ કહ્યું હતું કે આ નોટિફિકેશન આર્ટિકલ 25નું ઉલ્લંઘન કરનારું છે. જે આપણા ભારતના બંધારણની સ્વતંત્રતા અને ધર્મનો મૂળભૂત અધિકાર છે. કારણ કે તે એક હેરિટેજ સ્થળ પણ છે અને પૂજાનું સ્થળ પણ છે. આ આર્ટિકલ કહે છે કે સંસ્કૃતિની રક્ષા થવી જોઈએ, અને આ પણ સંસ્કૃતિનું જ એક અંગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ